________________
હિંસાની
ચિત્સિા કરી શકાય છે
આપણને વિશ્વાસ છે કે હિંસા વગર જીવન નથી ચાલતું અને એ વિશ્વાસ સાવનિરાધાર પણ નથી. હિંસાની ભાષા છે - કોઈને ન મારો, જ્યારે જીવન-નિર્વાહની સાથે મારવાની વાત જોડાયેલી છે. ખેતીમાં હિંસા, રસોઈ બનાવવામાં હિંસા. તો પછી એ | વિશ્વાસ સાચો છે કે હિંસા વગર જીવનયાત્રા નથી ચાલતી. જીવવું હોય, જીવન ચલાવવું હોય તો હિંસા અનિવાર્ય છે. તો પછી અહિંસાની વાત શા માટે કરવી ? એક પ્રશ્ન છે, જે જાણે-અજાણે મનોભૂમિને ખોતરતો
પરિભાષાનો આધાર
આ પ્રશ્ન કોઈ નવો નથી, ખૂબ જૂનો છે. તેનું સમાધાન ઘણા સમય પહેલાં શોધાયેલું છે. અહિંસાની પરિભાષા જીવોના મરવા-ન મરવા પર નિર્ધારિત કરવામાં આવી નથી. તેના આધારે નિર્ધારિત કરી પણ ન શકાય. પરિભાષાનો આધાર વ્યક્તિના ભીતરમાં શોધવામાં આવ્યો. મરનાર કોઈ બીજું હોય છે. બીજાના આધારે અહિંસાની ચર્ચા કરીએ તો કોઈ પણ વ્યક્તિ અહિંસક ન હોઈ શકે. આપણું જગત જીવોથી ભરેલું છે. આ જગતના પ્રત્યેક
| મહાવીરનું અહિંસા-દર્શન : 90 -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org