________________
વ્યક્તિત્વનું પરિવર્તન અવિરતિના કારણે
આપણને હિંસાની પ્રવૃત્તિ બહુ મોટી સમસ્યા લાગે છે, પરંતુ હકીકતમાં તે મૂળ સમસ્યા નથી. એ તો માત્ર એક અભિવ્યક્તિ છે. મૂળ સમસ્યા છે – અવિરતિ. વ્યક્તિ અંત:કરણમાં હિંસાથી વિરત નથી હોતી તેથી ઉદીપનનો સંયોગ થતાં જ શાંત વ્યક્તિ પણ અશાંત બની જાય છે, અહિંસામાં વિશ્વાસ ધરાવનાર વ્યક્તિ હિંસા ઉપર ઊતરી આવે છે. વ્યક્તિત્વનું આવું પરિવર્તન અવિરતિના કારણે થાય છે. આપણું ધ્યાન પ્રવૃત્તિ ઉપર વિશેષ કેન્દ્રિત હોય છે, અવિરતિ તરફ નહિ.
મહાવીરની અહિંસા-વિકાસની પ્રક્રિયાનું પ્રથમ અંગ સમ્યક દર્શન છે અને બીજું અંગ વિરતિ છે. હિંસા પ્રત્યે મિથ્યાદૃષ્ટિકોણ બનેલો છે. તે હિંસાને ભડકાવી રહ્યો છે, ચિરંજીવ બનાવી રહ્યો છે. ઘણા લોકો એટલા માટે હિંસામાં રસ લઈ રહ્યા છે કે તેમનો અહિંસા પ્રત્યેનો દૃષ્ટિકોણ સાચો નથી. તેઓ અહિંસાને કાયરોનું હથિયાર સમજે છે અથવા તો અસફળતાનું કારણ માને છે. અહિંસા દ્વારા સમસ્યાઓ ઉકેલી શકાય એવું તેઓ માનતા જ નથી. હિંસા, ભય, દંડશક્તિ દ્વારા જે થઈ શકે છે તે અહિંસા દ્વારા ક્યારેય થઈ શકતું નથી એવા દષ્ટિકોણને આધારે તેઓ ચાલતા હોય છે. આ દૃષ્ટિકોણથી હિંસાને પ્રોત્સાહન મળી રહ્યું છે.
જરૂર છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવાની
હિંસાનું બીજું સમર્થન તત્ત્વ અવિરતિ છે. તેને કારણે બીજાઓને પજવવામાં, તેમનું શોષણ કરવામાં રસ પડે છે. અવિરતિના સ્તરે પહોંચીને હિંસા ઘટાડવાની વાત વિચારવામાં આવે તો સાચા અર્થમાં સમસ્યાનું નિદાન થઈ શકે છે. આજે મનોવિજ્ઞાન ચેતનાના સૂક્ષ્મ સ્તરોની જાણકારી મેળવી રહ્યું છે. તેણે અવચેતન અને અચેતન મન સાથે જોડાયેલી વાસનાઓની માહિતી મેળવી લીધી છે. તેનાથી માનસિક ચિકિત્સામાં સફળતા મળી છે. અવિરતિનું જ્ઞાન થતાં હિંસાની ચિકિત્સામાં સફળતા મળી શકે છે. હિંસાની ઊણપ અને અહિંસાના વિકાસ માટે જરૂરી છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવાની.
મહાવીરનું અહિંસા-દર્શન 92
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org