________________
ઈંચ જેટલા ભાગમાં અસંખ્ય અસંખ્ય જીવો ભરેલા પડ્યાં છે. તેથી હિંસાથી કોણ બચી શકશે? ઘણા વખત પહેલાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ભંતે ! જળમાં જીવ છે, સ્થળમાં જીવ છે, પહાડમાં જીવ છે. સર્વત્ર જીવ જ જીવ છે. આવી અવસ્થામાં તેમની હિંસાથી શી રીતે બચી શકાય? ગણાધિપતિશ્રીએ ઉત્તર આપ્યો હતો, બચવાનું સાધન તમારી ભીતરમાં છે. તમારો આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે. જો તે અપ્રમત્ત હોય તો અહિંસા છે અને જો તે પ્રમત્ત હોય તો હિંસા છે. તમારો અપ્રમાદ અને પ્રમાદ જ અહિંસા અને હિંસાનાં કારણ બને છે. અહિંસાનું કારણ છે અપ્રમાદ અને હિંસાનું કારણ છે પ્રમાદ.
હિંસાઃ ભાષા અને પરિભાષા
ભાષા અને પરિભાષાનો વિવેક કરવો અત્યંત આવશ્યક છે. હિંસાની ભાષા પ્રાણવિયોજન સાથે જોડાયેલી છે અને તેની પરિભાષા પ્રમાદ સાથે જોડાયેલી છે, અવિરતિ સાથે જોડાયેલી છે. પ્રમાદ સ્પષ્ટ છે. અવિરતિ સ્પષ્ટ છે. તે એક આંતરિક આકાંક્ષા છે. ઉપર રાખનો ઢગલો છે અને અંદર આગ સળગી રહી છે. બહારની આગ જલદી બુઝાઈ જાય છે અને અંદરની આગ સળગતી રહે છે. ઘણા લોકો બહારથી ખૂબ શાંત હોય છે, બહારથી એ ખૂબ ભોળા લાગે છે, પરંતુ ક્યારેક ક્યારેક એવા લોકો વિસ્ફોટ કરી દે છે. એવા વખતે ચર્ચાનો એક સ્વર ગુંજે છે – આવા શાંત માણસે આવો વિસ્ફોટ કઈ રીતે કર્યો ! આપણે બાહ્યરૂપના આધારે નિર્ણય કરીએ છીએ તેથી આવો પ્રશ્ન ઉદ્ભવવો અસ્વાભાવિક નથી.
હિંસાનાં બે રૂપ
મહાવીરે વ્યક્તિત્વની ઓળખ માટે અંદરની અને બહારની બંને કસોટીઓને જોડી દીધી. કેટલાક લોક પ્રમાદને ઘટાડવાની વાત તો વિચારી લે છે પરંતુ અવિરતિને ઘટાડવા તરફ તેમનું ધ્યાન જતું નથી. સાચા અર્થમાં તેમને તેની ખબર પણ નથી હોતી. તે દરેક જ્વાળા નીચે છુપાયેલો એક તણખો છે. આ દર્શનના આધારે હિંસાનાં બે રૂપ બની જાય છે –
૧. હિંસાની અવિરતિ ૨. હિંસાની પ્રવૃત્તિ
મહાવીરનું અહિંસા-દર્શન + 91
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org