________________
તેથી તેને પ્રોત્સાહન આપવાની વાતને દોષપૂર્ણ ન કહી શકાય. દોષ એ છે કે તેમાં સીમાનું નિર્ધારણ નથી. આ અસીમ પ્રવૃત્તિ હિંસા અને યુદ્ધ માટે ઉર્વરાછે. યથાર્થવાદી ગાલા
મહાવીરે ગૃહસ્થ સમક્ષ અપરિગ્રહનું મહાવ્રત રજૂ કર્યું નથી, તેને ઇચ્છાપરિમાણની વાત કરી છે. ઇચ્છા અને મહત્ત્વાકાંક્ષાની મર્યાદા આંકો, તેને અસીમ ન બનાવો. આવું સીમાકરણ અહિંસાની દિશામાં તેમજ યુદ્ધ-વર્જનાની દિશામાં એક પ્રસ્થાન છે. હિંસા અને પરિગ્રહ, ઇચ્છા અને મહત્ત્વાકાંક્ષા જીવનયાત્રાનાં અનિવાર્ય અંગો છે. તેથી તેમનું અસ્તિત્વ ન હોય એવી કલ્પના પણ કરી શકાતી નથી. યથાર્થવાદી દાર્શનિકો એવો ખ્યાલ કરી શકે કે આ બધાની સીમા હોવી જોઈએ. આ સીમાકરણ એ જ અહિંસા અને યુદ્ધવર્જનાનો એક સફળ સંકલ્પછે.
મહાવીરનું અહિંસા-દર્શન • 80
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org