________________
યુદ્ધ અનિવાર્ય
હોઈ શકે, અહિંસક નહિ
(
અધૂરી અહિંસા આવવાથી શો લાભ? અને પૂર્ણ અહિંસા સામાજિક જીવનમાં શક્ય નથી, તો પછી કરવું શું ? હિંસા આચરતા રહેવું અને અહિંસાને માનતા રહેવું - એક વિકલ્પ આ હોઈ શકે. બીજો વિકલ્પ આ પ્રમાણે હોઈ શકે – હિંસા અને અહિંસાની ચર્ચામાં જ ન પડવું. જે પોતાનું કર્તવ્ય હોય તે પૂરી તન્મયતાસહિત નિભાવવું. અહિંસા સમક્ષ આ બે વિકલ્પો આવે છે.
1
ભાંત ગાલા
છે અહિંસાનો વિકાસ ક્રમિક થાય છે. એક સાથે તે ઊતરી આવતો નથી. પ્રત્યેક માણસમાં હિંસાના સંસ્કાર સંચિત હોય છે. તેમને એક ઝાટકે ક્ષીણ કરી દેવા એ કોઈ સામાન્ય વાત નથી. તે માટે દીર્ઘકાલીન સાધના જરૂરી બને છે. પ્રથમ સમસ્યા અહિંસા પ્રત્યે આસ્થાની છે. ઘણા લોકો તેના પ્રત્યે અનાસ્થાનો સ્વર ઉચ્ચારતા રહે છે. આસ્થા હોવા છતાં આચરણ સહજ નથી બનતું. અભ્યાસ કરતાં કરતાં આચરણની પરિપક્વતા આવે છે. એવું ચિંતન ખાસ સાર્થક નથી લાગતું કે અહિંસામાં આસ્થા ધરાવનારા લોકો જે કાંઈ કરે તે અહિંસા છે. વીતરાગ જે કાંઈ કરે તે અહિંસા છે એમ માની શકાય. હિંસાનું મૂળ રાગ અને દ્વેષ છે. કોઈ સરાગ વ્યક્તિ પોતાનાં તમામ
મહાવીરનું અહિંસા-દર્શન : 81
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org