________________
હૃદય-પરિવર્તનનો આધાર : વ્યક્તિ
અહિંસક સમાજરચનાની પ્રથમ શરત હૃદય-પરિવર્તન છે. તે આપણા જગતની સૌથી મોટી જટિલ સમસ્યા છે. કાયદો અને દંડવ્યવસ્થાને સામૂહિક બનાવી શકાય છે, હૃદય-પરિવર્તનને સામૂહિક બનાવી શકાતું નથી. હૃદય-પરિવર્તન માટે કોઈ કાયદો કે દંડવ્યવસ્થા ન હોઈ શકે. તેનો આધાર એકમાત્ર વ્યક્તિની પોતાની ઇચ્છા જ છે. આ સ્વેચ્છાના આધારે કેટલીક વ્યક્તિઓ બદલાઈ શકે છે, સમાજનો એક ભાગ બદલાઈ શકે છે, પરંતુ સમગ્ર સમાજ બદલાઈ જાય એમ વિચારવું સહજ નથી. આ અસહજતાનું કારણ માનવીય પ્રકૃતિ છે. તેમાં ઘણી બધી તરતમતા છે. એક હજાર વ્યક્તિઓને ભેગી કરવામાં આવે તો તે તમામમાં લોભનું તારતમ્ય જોવા મળશે, સ્વાર્થનું તારતમ્ય જોવા મળશે. મહત્ત્વાકાંક્ષા, સત્તા અને અધિકારની ભૂખ વગેરેમાં કલ્પનાતીત તારતમ્ય જોવા મળશે. આ તરતમતાની સ્થિતિમાં સમીકરણ શી રીતે થઈ શકે ?
ચેતનાને બદલવાનું સરળ નથી.
અચેતનને ગમે તે ઢાંચામાં ઢાળી શકાય છે. ચેતન માટે તે નિયમ લાગુ નથી પડતો. ઘણા લોકો એવા છે જે અહિંસામાં વિશ્વાસ રાખે છે. હિંસામાં નિષ્ઠા રાખનારા લોકો પણ ઓછા નથી. મૈત્રી અને પ્રેમમાં વિશ્વાસ કરનારા લોકોની અપેક્ષાએ ધૃણામાં વિશ્વાસ કરનારા લોકોની સંખ્યા વધારે છે. ત્યાગ પ્રત્યે સમર્પિત લોકો કેટલા છે? ભૌતિકતા પ્રત્યે સમર્પિત લોકોની ભીડ વધારે છે. સ્વેચ્છાએ સંપત્તિની સીમા કરનારા લોકો બહુ ઓછા છે. અર્થની આંધળી દોટમાં સમગ્ર સમાજ ભાગ લઈ રહ્યો છે.
સમાજરચનાઃ અહિંસાનો એક પ્રયોગ
પ્રશિક્ષિત દ્વારા લોકોને બદલી શકાય છે. અહિંસા અને અપિરગ્રહની દિશામાં પ્રશિક્ષણ કરી શકાય છે. આ ચિંતન અમૃત નથી. તેમાં સચ્ચાઈ છે. પ્રશિક્ષણ એક પ્રક્રિયા છે હૃદયને બદલવાની. પરંતુ બધું જ બદલી શકાય છે, એવો દાવો કોઈ નથી કરી શકતું. આ નિરાશાનો દૃષ્ટિકોણ નથી, યથાર્ય છે. આપણે યથાર્થની ભૂમિકા પર આપણાં કદમ આગળ વધારીશું તો નિરાશા નહિ મળે. માત્ર કલ્પનાના આધારે આગળ વધનારા અસફળતાની ક્ષણોમાં નિરાશ થઈ જાય
| મહાવીરનું અહિંસા-દર્શન - 72
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org