________________
ભગવાન મહાવીરનો મુખ્ય સિદ્ધાંત આ ત્રિપદાત્મક ‘સમ' છે. કાળક્રમે એવું બન્યું કે સમતા પૃષ્ઠભૂમિમાં ચાલી ગઈ અને અહિંસા પ્રગટ સ્વરૂપે આવી ગઈ. શું ઉક્ત ત્રિપદી વગર અહિંસાની કલ્પના કરી શકાય ખરી ?
હિંસાનું બીજ : ક્રિયાનો સમુચ્ચય
પ્રાણનો અતિપાત જીવનની સમાપ્તિછે. હિંસાનો ખ્યાલ એની જ સાથે જોડાયેલો છે. એ સ્વાભાવિક પણ છે. ફળ તરફ જેટલું ધ્યાન કેન્દ્રિત થાય છે, તેટલું બીજ ત૨ફ કેન્દ્રિત થતું નથી. હિંસાનું બીજછે – ક્રિયાનો સમુચ્ચય. તેને અનેક સ્વરૂપે જોઈ શકાય છે. મહાવીરના દર્શનમાં તેનું વર્ગીકરણ આ રીતે મળે છે ઃ
૨. અદત્તાદાન
૪. પરિગ્રહ
૧. મૃષાવાદ ૩. મૈથુન ૫. ક્રોધ
૭. માયા
૯. રાગ
૧૧. કલહ
૧૩. પૈશુન્ય
૧૫. રિત-અરિત
૧૭. મિથ્યાદર્શન
૬. માન
૮. લોભ
૧૦. દ્વેષ
૧૨. અભ્યાખ્યાન
૧૪. પરપરિવાદ
૧૬. માયા-મૃષા
માનસિક વિષમતા
બીજની સત્તા, ઉર્વર ભૂમિ, પાણીનું સિંચન વગેરે બધું જ મળે છતાં બીજ અંકુરિત ન થાય એ એવી જ ઝંખના છે. જેમ કે વાયુમંડળમાં મીથેન ઓઝોન, નાઈટ્રો ઑક્સાઈડ તથા કાર્બન ઑક્સાઈનું પ્રમાણ વધે અનેછતાં પૃથ્વીનું તાપમાન ન વધે !
Jain Educationa International
માણસનો દૃષ્ટિકોણ આરામ સાથે જોડાયેલોછે. શરીરને જેટલો આરામ આપી શકાય, જેટલી સુવિધા આપી શકાય તેમાં સાર્થકતાની અનુભૂતિ થાયછે. વૈજ્ઞાનિક સ્પર્ધા પણ બુદ્ધિગમ્ય નથી થતી. નવા નવા આવિષ્કારો તથા નવા નવા પદાર્થોનું નિર્માણ, બજારમાં તેમની ભીડ, ઉપભોક્તા દ્વારા તેનો ઉપયોગ - એવું એક ચક્ર મહાવીરનું અહિંસા-દર્શન - 58
For Personal and Private Use Only
www.jainelibrary.org