________________
અહિંસાનો આધાર
સમતા
અહિંસા જૈનધર્મનો મુખ્ય સિદ્ધાંત છે. આ અનુશ્રુતિ છે. તે જૈનધર્મની ઓળખ બની ગઈ છે, તેને અવાંછનીય કહી શકાય તેમ નથી. તે પરમધર્મ છે. તેનો પણ અસ્વીકાર થઈ શકે તેમ નથી. પરંતુ દાર્શનિક ઇતિહાસનું અધ્યયન આ ખ્યાલને સ્વીકૃતિ આપતું નથી. તે અનુસાર મહાવીરનો મૂળ સિદ્ધાંત સમતાછે. અહિંસા તેનું એક અંગછે.
મહાવીરનો મુખ્ય સિદ્ધાંત છે ભારતમાં બે પરંપરાઓ અત્યંત પ્રાચીન છે -
શ્રમણ પરંપરા અને બ્રાહ્મણ પરંપરા. ભગવાન મહાવીર શ્રમણ પરંપરાના તીર્થકર હતા. શ્રમણ પરંપરામાં સમ શબ્દને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવ્યું. પ્રાકૃતનો “સમ' શબ્દ સંસ્કૃતમાં ત્રણ સ્વરૂપે વ્યાખ્યાત બન્યો છે
સમ - સમતા શમ – શાંતિ શ્રમ - તપસ્યા, સ્વાવલંબન અને આત્મનિર્ભરતા.
મહાવીરનું અહિંસા-દર્શન - 57
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org