________________
સુવિધાઓ માટે વધારાનું ધન ઝંખે છે. જાતિગત વિષમતાની પૃષ્ઠભૂમિમાં પણ માનસિક વિષમતા છરી રહી છે. વ્યક્તિના મનમાં છુપાયેલો અહંકાર પોતાની ઉચ્ચતાની દિશાઓ શોધે છે. બીજાઓની નિમ્નતા વગર પોતાની ઉચ્ચતા અર્થપૂર્ણ નથી બનતી. તેથી તે જાતિ, રંગ વગેરે માધ્યમો દ્વારા પોતાના અહંકારનું પોષણ કરે છે. સમાજમાં વિષમતાને પોષણ મળી જાય છે.
મહાવીર દ્વારા પ્રતિપાદિત સમતાને વ્યાપક સંદર્ભમાં જોવી જોઈએ. અહિંસાની સમજણ માટે તે અત્યંત આવશ્યક છે. વ્યાપક સમજણના અભાવે કોઈ માણસ કીડીને લોટ ખવડાવવામાં જાગરૂક રહે છે પરંતુ માનવીનું શોષણ કરવામાં તેને સંકોચ થતો નથી. આ વિરોધાભાસ સમતાની સમજણ દ્વારા જ ખતમ થઈ શકે છે.
મહાવીરનું અહિંસા-દર્શન - 60
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org