________________
રહ્યા છે. અનાવૃષ્ટિનું સૌથી મોટું કારણ વૃક્ષોની કતલ મનાય છે. વર્તમાન સમસ્યા
ઈચ્છા અને ભોગ, સુખવાદી અને સુવિધાવાદી દૃષ્ટિકોણે હિંસાને પ્રોત્સાહન આપ્યું છે તથા પર્યાવરણનું સંતુલન પણ વેરવિખેર કરી દીધું છે. અહિંસાનો સિદ્ધાંત આત્મશુદ્ધિનો છે તેમ સાથે સાથે પર્યાવરણશુદ્ધિનો પણ છે. પદાર્થો સીમિત છે, ઉપભોક્તાઓ અધિક છે અને ઈચ્છાઓ અસીમ છે. અહિંસાનો સિદ્ધાંત છે – ઇચ્છાનો સંયમ કરવો, તેની સંખ્યા ઘટાડવી. જે ઇચ્છા પેદા થાય તેનો તે જ સ્વરૂપે સ્વીકાર ન કરવો, પરંતુ તેનું શુદ્ધીકરણ કરવું. આજના વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓ માનવી સમક્ષ સુવિધાનાં વધુમાં વધુ સાધનો મૂકવા ઇચ્છે છે. જે અગાઉ ક્યારેય નહોતા, તેવા પદાર્થોનું નિર્માણ કરીને સામાન્ય લોકો માટે તે સુલભ કરવા ઇચ્છે છે. એક તરફ પ્રજાનો દૃષ્ટિકોણ સુવિધાવાદી બની ગયો છે, બીજી તરફ સુવિધાનાં સાધનોના નિર્માણની સ્પર્ધા તીવ્ર બની છે. જીવનની અનિવાર્ય આવશ્યકતાઓ થોડીક ગૌણ બની ગઈ છે, સુવિધાનાં સાધનો તેમજ પ્રસાધન સામગ્રી વગેરે મુખ્ય બની ગયું છે. આવા સંજોગોમાં અનાવશ્યક હિંસા વધી છે અને સાથે સાથે પર્યાવરણનું સંતુલન પણ ખોરવાયું છે. હિંસા અને અહિંસાનું પ્રારંભ બિંદુ
આજે પર્યાવરણના પ્રદૂષણનો કોલાહલ ચારે તરફ સંભળાઈ રહ્યો છે. પરંતુ આ પ્રદૂષણ દૂર શી રીતે થાય? સુવિધાવાદી આકાંક્ષાઓની આગ પ્રજળે અને પ્રદૂષણનો ધૂમાડો ન ફેલાય એવું શી રીતે શક્ય બને ? અહિંસાના સિદ્ધાંતની ઉપેક્ષા કરીને પર્યાવરણની સમસ્યાનો ઉકેલ લાવી શકાય નહિ. જેવી રીતે ઉદ્યોગજગત અને વ્યવસાયજગત માણસને વધુમાં વધુ સુવિધાવાદી બનાવી રહ્યાં છે, એવી જ રીતે અહિંસાનિષ્ઠ લોકો તેને અહિંસક બનાવી શકે ત્યારે જ પર્યાવરણના પ્રદૂષણની સમસ્યાનું સમાધાન શક્ય બની શકે. અહિંસાને અત્યંત સ્થૂળ અર્થમાં સમજવામાં આવે છે. તેના ઊંડાણમાં જવાનો પ્રયત્ન ખૂબ ઓછો થાય છે. હિંસાનું પ્રારંભબિંદુ કોઈને મારી નાખવું એ જ નથી અને અહિંસાનું
મહાવીરનું અહિંસા-દર્શન - 23.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org