________________
પ્રણાલિઓ સામુદાયિક જીવનનમાં શક્ય છે. વર્તમાનનો જીવનપ્રવાહ અન્ય જીવન પ્રણાલિ તરફ વહી રહ્યો છે. ઇચ્છા અધિક હોય, પરિગ્રહો અને પદાર્થો વધારે હોય અને હિંસા ઓછી હોય એવું ક્યારેય શક્ય ન હોય. ઇચ્છા, હિંસા અને પરિગ્રહ એ ત્રણેયની આત્યંતિક વ્યાપ્તિ છે. તેમાંથી કોઈ એકને અલગ પાડી શકાતું નથી. માનવીનો અણસાર
જીવનની પ્રથમ પ્રણાલિ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા, વિકેન્દ્રિત સત્તાની જીવનપ્રણાલિ છે. પ્રથમ પ્રણાલિ માનવીની મૌલિક મનોવૃત્તિઓની નજીક ઓછી છે, બીજી મૌલિક મનોવૃત્તિઓની નજીક વધુ છે. તેથી પ્રાથમિકતા બીજીને વિશેષ મળે છે, પ્રથમને ઓછી મળે છે અથવા બિલકુલ નથી મળતી. ભગવાન મહાવીરથી ગણાધિપતિ શ્રી તુલસી સુધી, મહાત્મા ગાંધીથી વિનોબા સુધી પ્રથમ જીવનપ્રણાલિનું મૂલ્ય સમજાવવામાં આવ્યું છે તેમ છતાં ઇન્દ્રિયો અને સુવિધાઓનું આકર્ષણ તથા અહંકાર અને મમકારનું દબાણ એટલું બધું પ્રબળ છે કે એ સચ્ચાઈને સમજવા છતાં સમજાઈ નથી. જોખમના સંકેતો
આ સંતાકૂકડી જ છે. માનવી જીવનની અનેક દિશાઓમાં સંતાકૂકડી રમતો રહ્યો છે અને આજે પણ રમી રહ્યો છે. ઉદાહરણ તરીકે ઓઝોનનું છત્ર લઈ શકાય. વૈજ્ઞાનિક સચ્ચાઈને જાણનારા સૌ કોઈ જાણે છે કે ઓઝોનના છત્રનું રક્ષણ ધરતી ઉપર શ્વાસ લેતા જીવજગતનું રક્ષણ છે. તેમાં છિદ્રો થવાનો અર્થ સમગ્ર માનવજાતિ અને સમગ્ર જીવજગત માટે જોખમ પેદા થવું એછે. જાણવા મળ્યું છે કે એટલાન્ટિક મહાદ્વીપ ઉપર ઓઝોનના છત્રમાં એક બહુ મોટું ગાબડું પડી ગયું છે. તેમાં બીજું ગાબડું ઉત્તરધ્રુવ પ્રદેશની ઉપર પણ પડ્યું છે. આ ગાબડાં વૈજ્ઞાનિક જગતને ચિંતાગ્રસ્ત બનાવી રહ્યાં છે. સુપરસોનિક વિમાન અને નાભિકીય વિસ્ફોટ ઓઝોનના પડ માટે ખતરનાક છે. રેફ્રીજરેટર અને વાતાનુકુલનની પ્રણાલિ માટે જે ગેસનો પ્રયોગ થાય છે તે પણ ઓઝોનના પડ માટે ઓછો ખતરનાક નથી.
મહાવીરનું અહિંસા-દર્શન - 30
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org