________________
પણ વધારે ખતરનાક બની જાય છે. ચૂંટણી દ્વારા સરકારનું પરિવર્તન જો લોકશાહીની મર્યાદા એટલી જ હોય તો એમ માનવું પડશે કે આ સત્તા ઉપર અધિકાર કરવાનો એક નવો વિકલ્પ છે. રાજતંત્રમાં સત્તા ઉપર અધિકાર વારસાગત મળે છે અને લોકશાહીમાં સત્તા ઉપર અધિકાર વારસાગત મળતો નથી.આ તફાવત સ્પષ્ટ છે. સત્તારૂઢ થયા પછી જે તફાવત હોવો જોઈએ તે પરિલક્ષિત નથી. સત્તાના વિકેન્દ્રીકરણ વગર આ શક્ય નથી. કેન્દ્રિત સત્તા અને કેન્દ્રિત અર્થવ્યવસ્થા વચ્ચે હિંસાને પોષણ પામવાની વિશેષ તક મળે છે. સત્તા અને અર્થવ્યવસ્થા વિકેન્દ્રિત બને
અહિંસાની દિશામાં ત્યારે જ પ્રસ્થાન શક્ય છે કે જ્યારે સત્તા અને અર્થવ્યવસ્થા વિકેન્દ્રિત હોય. વિકેન્દ્રિત વ્યવસ્થામાં સત્તારૂઢ વ્યક્તિ પાસેથી અધિક વિનમ્ર, મૃદુ અને વ્યવહાર-કુશળતાની અપેક્ષા રાખી શકાય છે. લોકોની સમસ્યા સમજવા તથા ઉકેલવાની અધિક સંભાવના રાખી શકાય છે. કેન્દ્રિત સત્તા-સમ્રાટ માટે અહંકારથી બચવાનું અત્યંત મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં પોતાનો આગ્રહ જેટલો પ્રભાવી રહે છે એટલો યથાર્થ પ્રભાવી નથી રહેતો. અયથાર્થ ચિંતન અને નિર્ણય સમસ્યાને વધુ ને વધુ જટિલ બનાવે છે.
પૂર્વાચલમાં જે હિંસા ચાલી રહી હતી, બિહાર જે હિંસાની આગમાં ભડકે બળી રહ્યું છે અને પંજાબમાં જે હિંસાની આગ પ્રજળી રહી હતી શું એ તમામની પાછળ સત્તા અને અધિકારનો અહંકાર નથી ? અઢી હજાર વર્ષ પૂર્વે પણ હિંસા થતી હતી. નાના નાના રાજાઓ અંદરોઅંદર લડતા હતા. પોતપોતાના રાજ્યની સીમાઓ વિસ્તારવામાં એ બધા રાજાઓ ઓતપ્રોત હતા. પરંતુ મહાભારતની સંહારલીલા પછી યુદ્ધ અને શસ્ત્ર વિષયક જ્ઞાન વિજ્ઞાન ઠીક ઠીક પ્રમાણમાં લુપ્ત થઈ ચૂક્યું હતું તેથી મધ્યકાલીન યુદ્ધો ખાસ ખતરનાક નહોતાં. તેમનો વ્યાપક પ્રભાવ નહોતો. આજની હિંસા ખૂબ વ્યાપક અને અત્યંત સશક્ત છે. તેની પાસે સાધન-સામગ્રીની પ્રચુરતાછે. તલવાર અને ભાલામાં એટલી મારક શક્તિ નહોતી જે આજનાં રાયફલ, રિવોલ્વર, મશિનગન અને મિસાઈલમાં હોય છે. આગ ઓલવાતી નથી
ચૂંટણીનો ઉદ્દેશ છે – પ્રજાની સ્વતંત્ર આકાંક્ષાનું સન્માન. ચૂંટણીમાં પણ બળપ્રયોગ અને પ્રલોભન બંનેનો ખુલ્લેઆમ પ્રયોગ થાય છે. ઘણી વખત હિંસા
મહાવીરનું અહિંસા-દર્શન • 40
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org