________________
હિંસાઃ માનસિક તનાવ
અને નશો
Hivyo
માનસિક તનાવનું કારણ
અહિંસા નિર્મળ ચેતનાની અનુભૂતિ છે. રાગ, દ્વેષ અને મોહ વગેરે મળ છે. એનાથી ચેતના મલિન થતી રહે છે. રાગની ઉત્તેજના, વૈષની ઉત્તેજના અને મોહની ઉત્તેજના – એનો અર્થ છે ચેતનાની મલિનતા. રાગની ઉપશાંતિ, દ્વેષની ઉપશાંતિ અને મોહની ઉપશાંતિ - એનો અર્થ છે ચેતનાની નિર્મળતા. માણસમાં રાગ, દ્વેષ અને મોહની પ્રકૃતિ સહજ છે. પદાર્થને ઉદ્દીપન મળે છે, તે જાગી જાય છે. પદાર્થવાદી અને સુવિધાવાદી દૃષ્ટિકોણ ચેતનાની નિર્મળતા માટે,
માનસિક શાંતિ માટે જોખમ બનેલો છે. એક લાલસા અંદર ને અંદર છરી રહી છે કે પ્રિય વસ્તુનો સંયોગ થાય, તેનો વિયોગ ન થાય. અપ્રિય વસ્તુનો વિયોગ થાય, તેનો સંયોગ ન થાય. મહાવીરની ભાષામાં તે આર્તધ્યાન છે. તે માનસિક તનાવનું મુખ્ય કારણ બને છે. આ રીતે આ પ્રકારની મનોવૃત્તિવાળા લોકોનો વ્યવહાર પાંચ અંગોમાં વિભક્ત હોય છે –
૧. વ્યવસાય વગેરેમાં અસફળતા મળતાં હીનભાવથી ગ્રસ્ત થઈ ઊઠવું. ૨. બીજાની સંપદા તરફ વિસ્મયથી અભિભૂત થઈ ઊઠવું.
મહાવીરનું અહિંસા-દર્શન : 54
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org