________________
પણ ભભૂકી ઊઠે છે. પછી સ્વતંત્રતાનો સિદ્ધાંત કઈ રીતે સુરક્ષિત રહી શકે ? મોટાં યુદ્ધો કાયમ લડાતાં નથી. મોટી હિંસા પણ કાયમ થતી નથી. નાની નાની હિંસા કાયમથી ચાલી રહી છે. એનો અર્થ એ છે કે આગ ઓલવાતી નથી. એમાંથી તણખા ખરતા રહે છે. એ જ આગ ક્યારેક મહાજ્વાળા બનીને મહાયુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લે છે. સત્તા સાથે જોડાયેલા લોકો પણ આ વાસ્તવિકતાનો અનુભવ કરવા લાગ્યા છે. તે એક સુખદ ઘટના છે.
ગોચોવનું વક્તવ્ય
રૂસીનેતા મિખાઈલ ગોર્બોચોવે અમેરિકામાં જે વક્તવ્ય આપ્યું હતું તે આ જ સત્ય દ્વારા આંદોલિત સ્વર છે. તેમણે કહ્યું હતું કે, “માનવજાતિ એવો અનુભવ કરવા લાગી છે કે લડાઈઓ ખૂબ થઈ ચૂકી, હવે તે હંમેશને માટે બંધ કરી દેવી જોઈએ. બે વિશ્વયુદ્ધો તથા ત્યારપછી ચાલી રહેલાં ઠંડાં યુદ્ધો અને નાની-મોટી લડાઈઓના કારણે કરોડો વ્યક્તિઓએ પોતાના પ્રાણ ખોયા છે અને હજી ખોઈ રહી છે.
વિશ્વશાંતિના ઉદ્દેશ તરફ આગળ વધવાનો માર્ગ સરળ નથી. પરંતુ આપણને એ કરોડો લોકોની આકાંક્ષાઓ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જો આ સમજાઈ જાય તો વીસમી સદીની સમાપ્તિના આ ચરણમાં હવે માનવજાતિ “ અને માનવસભ્યતા સમક્ષ વિભિન્ન વ્યવસ્થાઓ અને વાદો વચ્ચે પસંદગીનો પ્રશ્ન નથી. આજે એક તરફ માણસની સહજ બુદ્ધિ અને તેની જિજીવિષા તથા બીજી તરફ બિનજવાબદાર, સંકુચિત અને સ્વાર્થી રાષ્ટ્રીય પૂર્વગ્રહો વચ્ચે પસંદગીનો પ્રશ્ન છે.”
આ વક્તવ્યમાં સચ્ચાઈની સ્પષ્ટ અભિવ્યક્તિ છે. સત્તા અને અધિકારવિસ્તારનો આગ્રહ હિંસાને પલ્લવિત કરતો રહે છે. ભગવાન મહાવીરે કહ્યું હતું - ણો અઝારેયલ્વા - કોઈના ઉપર શાસન ન કરો. અહિંસાનો આ સંદેશ અત્યંત વ્યાપક અને અત્યંત મહાનછે. એટલો મહાન કે પ્રત્યેક વ્યક્તિ કદાચ તેને ઊંચકી પણ ન શકે. પરંતુ શાસનવિસ્તારની ભાવનાથી બચી શકાય તો વિશ્વશાંતિનો માર્ગ સીધો-સરળ બની જાય છે. શું વર્તમાન શાસકો ખરેખર વિશ્વશાંતિ ઇચ્છે છે ખરા? શું ખરેખર હિંસા ઘટાડવા ઇચ્છે છે ખરા?
ન મહાવીરનું અહિંસા-દર્શન • 41 -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org