________________
બાળમરણ ઃ અસ્વસ્થતાનું ચિહ્ન
ભગવાને બાળમરણના અનેક પ્રકારો બતાવ્યા છે – પહાડ ઉપરથી ગબડીને આત્મહત્યા કરવી. વૃક્ષ ઉપરથી પડીને આત્મહત્યા કરવી. પાણીમાં ડૂબીને આત્મહત્યા કરવી. અગ્નિદાહ કરીને આત્મહત્યા કરવી. ઝેર ખાઈને આત્મહત્યા કરવી.
શસ્ત્ર પ્રયોગ કરીને આત્મહત્યા કરવી.
ફાંસીના ફંદા ઉપર લટકીને આત્મહત્યા કરવી.
આમ આવેશ પ્રેરિત અને મૂર્છામાં લઈ જનારી પદ્ધતિઓથી જે મરણ થાય છે તે બાળમરણ છે. તે ક્યારેય વાંચ્છનીય નથી. તેની પાછળ ભાવના સમીચીન નથી હોતી. આવેગ અને ઉત્તેજનાની સ્થિતિમાં થનારું મરણ ન તો ક્રિયમાણ વ્યક્તિ માટે શુભ હોય છે કે ન તો સમાજમાં સ્વસ્થપરંપરાનો તે સૂત્રપાત કરે છે.
કસોટી એક જ છે
વર્તમાનમાં મરણના ક્ષેત્રમાં અનેક પ્રશ્નો પેદા થયા છે. એક પ્રશ્ન છે આત્મદાહનો, બીજો છે સતી થવાનો, ત્રીજો છે રાજનૈતિક સ્તરે અનશનનો અને ચોથો છે ધાર્મિક સ્તરે અનશનનો. મરણાત્મક ઘટના દરેકમાં સમાન છે. શું સ્વરૂપની દૃષ્ટિએ પણ એ બધાં સમાન છે ? તેમની પરીક્ષા માટે કસોટી એક જ હશે જે દેહ-ત્યાગની પૃષ્ઠભૂમિમાં ઉદેશની પૂર્તિ મુખ્ય હોય અને મરણ પ્રાસંગિક હોય, મન શાંત-પ્રશાંત અને સમાધિપૂર્ણ હોય, કોઈ આવેગ-સંવેગ-ઉદ્વેગ અને ઉત્તેજના ન હોય એવો દેહત્યાગ પ્રશસ્ત છે. એને માટે પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્રછે.
સાધ્ય-સાધનની શુદ્ધિ
આત્મદાહને ઉક્ત કસોટી ઉપર કસીએ. શું તેની પાછળ રાગાત્મક અને દ્વેષાત્મક સંવેગો જોડાયેલા નથી ? સતીપ્રથાની પાછળ પણ શું રાગાત્મક આવેશ
મહાવીરનું અહિંસા-દર્શન • 37
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org