________________
,,
મહાવીરે કહ્યું, ‘શ્રેણિક ! એ હતો એક દિવ્ય આત્મા. તેણે જે કહ્યું તે અત્યંત અર્થપૂર્ણ અને સારપૂર્ણ છે. હું કૈવલ્ય પ્રાપ્ત કરી ચૂક્યો છું. શરીરથી સર્વથા મુક્ત છું, શરીરમાં માત્ર રહુંછું. “મહાવીર, તમે મૃત્યુ પામો.” એ વાક્યનો હેતુ એવો હતો કે હવે તમે શરીરના બંધનથી શા માટે બંધાયેલા છો ? આ બંધનથી પણ હવે તમે મુક્ત થઈ જાવ.’
શ્રેણિક - ‘ભંતે, એણે મને “તમે જીવતા રહો’’ એવું કેમ કહ્યું ?’
ભગવાન – ‘મૃત્યુ પછી તમારો આ રાજસી ઠાઠ-માઠ રહેવાનો નથી. તમે નિમ્નગતિનો અનુભવ કરવાના છો. તેથી એ દિવ્ય આત્માએ કહ્યું કે તમારા માટે જીવવું એ જ સારું છે.'
શ્રેણિક - ‘અભયકુમા૨ માટે બંને વાતો શા માટે કહી ?'
ભગવાન - ‘તે તમારો મંત્રી છે. તે અહીં પણ સુખી છે અને હવે પછીના જન્મમાં પણ સુખનો અનુભવ કરવાનો છે.’
શ્રેણિક - ‘કાલસૌરિક માટે તેણે બંને બાબતોનો નિષેધ કેમ કર્યો ?'
-
ભગવાન – ‘તે હિંસામાં જોડાયેલોછે તેથી અહીં પણ સારું નથી અને આગળ જતાં પણ તેના માટે સારું નથી.’
આ પ્રસંગથી જીવવા અને મરવાનું મહત્ત્વ સમજાઈ શકે તેમ છે. જીવવું સારું છે અને નથી પણ, મરવું સારું છે અને નથી પણ. જીવવા અને મરવાની સાથે હિંસા જોડાયેલી નથી. હિંસા જોડાયેલીછે મારવા સાથે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને મારવા માટેનો સંકલ્પ કરેછે અને મારે છે તે હિંસાછે. પ્રત્યેક વ્યક્તિને જેવી રીતે જીવવાનો અધિકાર છે તેવી જ રીતે તેને મરવાનો અધિકાર છે. જીવવાની સ્વતંત્રતાને જેમ છીનવી ન શકાય એ જ રીતે મરવાની સ્વતંત્રતાને પણ છીનવી ન શકાય. આ સિદ્ધાંત ખૂબ પ્રાચીનછે. તેની સ્થાપના હજારો વર્ષ પૂર્વે થઈ ચૂકી હતી.
ભગવાન મહાવીરે આ સિદ્ધાંત ઉપર હિંસા અને અહિંસાની દૃષ્ટિએ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો. તે મુજબ અસંયત જીવન અને બાળમરણ બંને અહિંસાની દૃષ્ટિએ સ્વીકૃત નથી.
સંયત જીવન અને પંડિત મરણ એ બંને અહિંસાની દૃષ્ટિએ સ્વીકૃત છે.
Jain Educationa International
મહાવીરનું અહિંસા-દર્શન ♦
36
For Personal and Private Use Only
www.jainelibrary.org