________________
પદાર્થ
નિર્માણની
મર્યાદા થશે ?
માનસિક શાંતિનો દ્રષ્ટિકોણ
માનવી સુખ ઇચ્છે છે, દુઃખ નથી ઇચ્છતો. સુખ મેળવવા માટે અને દુઃખને ટાળવા માટે તે અનેક રસ્તાઓ શોધે છે. સૌથી મોટો રસ્તો છે – ભોગની સામગ્રી, ઇન્દ્રિયોને તૃપ્ત કરનારા પદાર્થો. ક્યારેક પદાર્થોનું નિર્માણ અનિવાર્ય આવશ્યકતાઓની પૂર્તિ માટે થતું હતું. ધીમે ધીમે દષ્ટિકોણ બદલાતો ગયો. અત્યારે પદાર્થોના નિર્માણનો આધાર ઇચ્છાપૂર્તિ અને અધિકતમ સુવિધાવાદ છે. સીમિત ઇચ્છા, સીમિત આવશ્યકતા
અને સીમિત પદાર્થો-એ માનસિક શાંતિનો દૃષ્ટિકોણ છે. પરંતુ આજના અર્થશાસ્ત્રીઓ તેમજ અર્થશાસ્ત્રીય દષ્ટિકોણથી પ્રભાવિત લોકમાનસને તે વાત માન્ય નથી.
વર્તમાન માનસ
અસીમ ઇચ્છા, અસીમ આવશ્યકતાઓ તથા અસીમ પદાર્થો - આવા ચિંતનના રંગથી રંગાયેલું છે. વર્તમાન માનસ. એ જ માનસે જન્મ આપ્યો છે - પદાર્થપ્રધાન સંસ્કૃતિને તથા “થ્રો અવેની જીવનશૈલીને. બનાવો, ભોગવો
મહાવીરનું અહિંસા-દર્શન - 28
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org