________________
તેમણે મેળવેલા પૂરાવાના આધારે લખાય છે. તેમાં ઈતિહાસનું. મંથન થાય છે. તેમાંથી જે સત્ય લાગે તે વાંચક સ્વીકારી લે છે.
મહારાજ નંદ વિષે પણ તેમજ બનવા પામ્યું છે. તેમના વિષે લખાયેલાં કેટલાંક પુસ્તકોમાં આ પુસ્તક વધારો કરે છે. જો કે આ પુસ્તક લખવાને ઉદેશ મહામંત્રી શકટાળના જીવન ચરિત્ર સાથે સંકળાયેલું છે, અને તેમને જ નાયક પદ આપવામાં આવ્યું છે, છતાં તેમાં મહારાજાનંદને સમાવેશ થયા સિવાય રહેતું નથી.
કેટલાક લેખક-ઈતિહાસકારોની માન્યતા એવી છે કે, જે નંદે ક્ષત્રિયની કલ કરાવી હતી, તે નંદ છેલ્લે નહિ. જ્યારે હું માનું છું કે, જે નંદે ક્ષત્રિયોની કત્વ કરાવી તે નંદ છેલ્લે જ હોવો જોઈએ.
રા. કનૈયાલાલ મુન્શીએ “ભગવાન કૌટિલ્ય” લખ્યું છે. મુદ્રા રાક્ષસ' નામના સંસ્કૃત નાટક પરથી સુપ્રસિદ્ધ મરાઠી નવલકથાકાર રા. હરિ નારાયણ આપ્ટેએ “ચંદ્રગુપ્ત' નામની નવલકથા મરાઠી ભાષામાં લખી છે. તે પુસ્તકનો અનુવાદ શ્રી. નારાયણ વસનજી ઠકકુરે ગુજરાતી ભાષામાં “૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન'ના નામે કરેલ છે. એ બધા લેખકે એ ચીતરેલા નંદ કરતાં મારાથી જુદા જ પ્રકારનો નંદ દર્શાવાયો છે.
આ પુસ્તક માટે–તેની સત્યતા માટે અનેક પ્રકારના પૂરાવાઓ રજુ કરવામાં આવ્યા છે. પાત્રો પણ ઘણું ખરાં સાચાં જ છે.
પંડિત ચાણક્ય નંદવંશને નાશ કરવાની પ્રતિજ્ઞા લઈ પાટલીપુત્રમાંથી ચાલ્યા જાય છે, ત્યારથી આ પુસ્તકની શરૂઆત થાય છે. પુસ્તક ઐતિહાસિક હોવા છતાં, નવલકથા છે; એ વાંચકે લક્ષમાં રાખવાની આવશ્યકતા છે.