________________
– આમુખ –
ગૂજરાતનું મૃત્યુ કિનારે પહોંચેલું સાહિત્ય મરતાં મરતાં જીવી જઈને પાછું યુવાવસ્થાએ પહોંચ્યું છે. તેની યુવાવસ્થા સાહિત્યના જાણકાર વાંચકો અને પ્રકાશકોને જ આભારી છે. દરેક વાંચક અને પ્રકાશક સાહિત્યને જાણકાર બને તો ?
–પણ આજે તો અમુક પ્રકાશકો. બાદ કરતાં દરેક પ્રકાશક કીર્તિવંત સાહિત્યકાર-લેખક માગે છે. જ્યારે સાહિત્યની કદર કરનાર વાંચક સુંદર સાહિત્ય વાંચન માગે છે.
પ્રકાશકે. વાંચકેની ઈચ્છાને ન સંતોષી શકે? • પર ભાષાનું એકાદ પુસ્તક પ્રસિદ્ધિ પામે એટલે તેના લેખકનું પ્રત્યેક પુસ્તક અનુવાદ થવા પામે છે. કેટલાંક પુસ્તકે એક કરતાં વધારે પ્રકાશકો તરફથી પુસ્તકોનાં નામ બદલીને થાય છે.
શા માટે એમ થવું જોઈએ?
એવા કારણેને અંગે ગુજરાતનું મૌલિક સાહિત્ય અંધારામાં રહી જતું નથી?
કેવળ પર ભાષાનાં પુસ્તકોના અનુવાદો જ પ્રસિદ્ધ કરીને ગુજરાતી સાહિત્યને જીવતું રાખ્યાનો આનંદ માનવો છે?
ઐતિહાસિક અને સામાજિક સાહિત્ય માટે પ્રસંગો ક્યાં ઓછા છે?
ખૂણે ખાંચરે પડેલા લેખકોને-સાહિત્ય કારોને શોધી કાઢીને પ્રકાશકો મૌલિક સાહિત્ય લખાવે તો ગૂજરાતનું સાહિત્ય અજોડ બન્યા વિના રહે નહિ. જેમ પર ભાષાનાં પુસ્તકેનો અનુવાદ