________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
જીવ એટલે આત્મા, તેના દ્વારા, હેતુ એટલે મિથ્યાત્વ વિગેરે આંતરિક કારણો વડે અને પ્રત્યનિક વિગેરે બાહ્ય કારણોથી જે કરાય છે તેને “કર્મ' કહેવામાં આવે છે.
અહીં પ્રથમ ગાથામાં મંગલાચરણ વિગેરે ચાર અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે છે તે આ પ્રમાણે- પ્રથમ મંગલાચરણ કહે છે.
અહીં ચાર અતિશયોવાળા આસન્ન ઉપકારી પ્રભુ મહાવીરને નમસ્કાર કરવામાં આવ્યો છે તે ચાર અતિશયો ગાથામાં બતાવેલ ચાર પદોથી આ પ્રમાણે છે.
સિરિ - અષ્ટપ્રતિહાર્યાદિ ૩૪ અતિશયરૂપ બાહ્યલક્ષ્મી અને જ્ઞાનાતિશય રૂપ અત્યંતર લક્ષ્મીવાળા.
વીર – સઘળા કર્મ પર વિજય મેળવનાર કર્મવીર હોવાથી અપાયાપગમાતિશયવાળા.
નિન - વચનાતિશયવાળા વંતિય - ત્રણે લોકને પૂજવા યોગ્ય હોવાથી પૂજાતિશયવાળા.
(૧) અપાયાપગમાતિય - મિથ્યાત્વાદિ અંતરંગ દુઃખો-મહાદુઃખો અને શારીરિક-માનસિક-આર્થિક-કૌટુંબિક દુઃખો-દુન્યવી રીતે આધિ-વ્યાધિઉપાધિરૂપ કહેવાતા દુઃખો તીર્થંકર પરમાત્માના પ્રભાવે શીઘ ક્ષય પામે છે તેથી તીર્થંકર પરમાત્મા અપાયાપગમાતિશયવાળા કહેવાય છે. એટલે તીર્થંકર પરમાત્મા જ્યાં વિચરતા હોય ત્યાંથી ચારે દિશામાં ૧૨૫ યોજન સુધી મારી મરકી વિગેરે ઉપદ્રવો ન હોય.
(૨) જ્ઞાનાતિશય - સામાન્ય કેવલી ભગવાનને કેવળજ્ઞાન હોય છે અને તીર્થંકર પરમાત્માને પણ કેવળજ્ઞાન છે. પણ તીર્થકર ભગવંતોનું કેવળજ્ઞાન જગતને વિશેષ ઉપકારક અને ભાવ પેદા કરનારું હોવાથી તીર્થંકર પરમાત્મા જ્ઞાનાતિશયવાળા છે.