________________
૪૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ગાથાર્થ : પર્યાયશ્રુત, અક્ષરશ્રુત, પદદ્ભુત, સંઘાતશ્રુત, પ્રતિપત્તિશ્રુત, અનુયોગશ્રુત, પ્રાકૃતપ્રાભૃતશ્રુત, પ્રાભૃતશ્રુત, વસ્તુશ્રુત અને પૂર્વશ્રુત. આ ૧૦ ભેદો સમાસ સહિત જાણવા. || ૭ |
વિવેચન : પૂર્વની ગાથામાં પ્રતિપક્ષ (વિરુદ્ધ) ભેદ સહિત શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ કહ્યા. હવે વીશ ભેદ બતાવે છે.
(૧) પર્યાયશ્રુત : “એક પર્યાય (નિર્વિભાજ્ય જ્ઞાનનો અંશ)નું જ્ઞાન છે.”
જો કે એક પર્યાય (અંશ)નું જ્ઞાન કોઈ જીવને હોય નહીં પરંતુ સર્વથી અલ્પજ્ઞાનવાળા નિગોદના જીવને પણ અનેક પર્યાય (અંશ)નું જ્ઞાન હોય તેથી વ્યાખ્યા આ પ્રમાણે :
સૂક્ષ્મ નિગોદ લબ્ધિ અપર્યાપ્તા જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે જેને સર્વથી ઓછું જ્ઞાન હોય તેના કરતાં એક પર્યાયનું અધિકજ્ઞાન તે પર્યાયશ્રુત કહેવાય.
(૨) પર્યાવસમાસ શ્રુત : સર્વથી અલ્પજ્ઞાનવાળા સૂ. નિગોદ લબ્ધિ અપ. ના જ્ઞાન કરતાં બે-ત્રણ-ચાર-સંખ્યાત-અસંખ્યાત કે અનંત પર્યાયનું વધારે જ્ઞાન હોય તેવા જીવોનું જ્ઞાન પર્યાયસમાસશ્રુત કહેવાય.
(૩) અક્ષરદ્યુત : અ વિગેરે સ્વરો અને ૪ વિગેરે વ્યંજનોમાંના “એક અક્ષરનું જ્ઞાન તે અક્ષરદ્યુત.”
(૪) અક્ષરસમાસ શ્રુત : એકથી વધારે અક્ષરો એટલે સ્વરો અને વ્યંજનો રૂપ વર્ગોનું જ્ઞાન એટલે “અક્ષરોમાં રહેલ ગર્ભિત ભાવનું જ્ઞાન છે.”
(૫) પદધૃત એક પદનું જ્ઞાન તે પદધૃત. પદની ત્રણ વ્યાખ્યા છે. (૧) વિભક્તિ લાગેલ હોય તે શબ્દ કે ધાતુ તેને પદ કહેવાય.