________________
૧૫૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
અશુભ નામકર્મ : નાભિથી નીચેના અવયવો-અશુભ પ્રાપ્ત થાય તે અર્થાત્ પગ, પૃષ્ટભાગ વિગેરે બીજાને અડાડવાથી તે રોષિત થાય છે તે અશુભ નામકર્મ
પ્રશ્ન : સ્ત્રી-પુત્રાદિના પગ મસ્તકાદિને સ્પર્શવા છતાં પ્રાણી (મનુષ્ય) ખુશ થાય તો તે કયા કર્મનો ઉદય કહેવાય ?
જવાબ : સ્ત્રી-પુત્રાદિને નાભિથી નીચેના અવયવો અપવિત્ર છે. તેથી તે અશુભ નામકર્મ જ કહેવાય, પરંતુ મનુષ્યાદિ પ્રાણીને મોહાદિથી સારા લાગે છે.
આ બંને કર્મ પણ એક જીવને જુદાં જુદાં અવયવોમાં સાથે ઉદયમાં હોય છે. એટલે આ ચાર પ્રકૃતિ ધ્રુવોદયી હોવાથી દરેક જીવને અવશ્ય હોય.
નામકર્મની ધ્રુવોદયી ૧૨માં આ ચાર પ્રકૃતિઓ છે.
સૌભાગ્ય નામકર્મ ઃ ઉપકાર નહિ કરવા છતાં પણ સઘળાના મનને પ્રિય થાય છે. (૨) સર્વને વહાલો (પ્રિય) લાગે તે સૌભાગ્ય નામકર્મ કહેવાય છે.
જો કે સૌભાગ્ય નામકર્મના ઉદયવાળો હોવા છતાં ઈર્ષાળુઅવગુણગ્રાહી એવા જીવને તે પ્રિય ન લાગે તો તે સામેના જીવોનો દોષ સમજવો.
જેમ વર્ષાઋતુમાં સર્વ વનસ્પતિ નવપલ્લવિત થાય છતાં કેરડાનું ઝાડ સૂકાય છે તો તે વૃક્ષનો દોષ છે. વર્ષાઋતુનો નહિ.
વળી સૂર્ય હોતે છતે ચક્ષુવાળા સર્વ જીવો જોઈ શકે છતાં ઘુવડ જોઈ ન શકે તો તે ઘુવડનો દોષ જાણવો. સૂર્યનો નહી.
તેમ અહીં પણ સમજવું.