________________
૧૬૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ તેમ કેટલાક જીવો નિર્ધન, કુરૂપ કે બુદ્ધિહીન હોવા છતાં સંસ્કારવાળા-સારા કુળમાં જન્મ થવા માત્રથી પૂજાય છે. આદરણીયસન્માનનીય બને તે ઉચ્ચગોત્ર કહેવાય અને ધનવાન, સુરૂપ કે બુદ્ધિમાન હોવા છતાં હીનસંસ્કાર, કુળ, દેશ, જાતિ આદિ પ્રાપ્ત થવાથી લોકમાં નિંદા-તિરસ્કારને પાત્ર બને છે તે નીચગોત્ર છે.
અહીં કુલ અને જાતિના અર્થ આ પ્રમાણે –
કુલ-પિતાનો પક્ષ-સુસંસ્કારી તે, જાતિ-માતાનો (મોસાળ) પક્ષ સંસ્કારી તે જાતિ કહેવાય.
અંતરાય કર્મ : અંતરાય-વિજ્ઞ-અટકાવનાર..
આત્મામાં અનંત શક્તિઓ-લબ્ધિઓ રહેલી છે. અર્થાત્ આત્મા અનંત શક્તિનો-લબ્ધિનો સ્વામી છે. પણ એ બધામાં મુખ્ય પાંચ લબ્ધિ દર્શાવી છે. તેથી અંતરાયકર્મ પણ પાંચ ભેદે બતાવ્યું છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યલબ્ધિ. આ પાંચ લબ્ધિ.
(૧) જેના ઉદયથી લબ્ધિઓ હણાય - विशेषेण हन्यते-विनाश्यते अनेन इति विघ्नम्
(૨) દાનાદિ લબ્ધિઓ આત્મામાં અનંતી છે. તે લબ્ધિઓ અંતરાય કર્મથી હણાય છે. અવરાય છે.
(૧) દાનાંતરાય કર્મ : તાન = આપવું તે.
દાન આપવા યોગ્ય વસ્તુ હોવા છતાં અને ગુણવાન પાત્ર સામે હોય, આપવાથી મહાન ફળ છે. એમ જાણવા છતા આપવા માટે ભાવ-ઉત્સાહ ન જાગે તે દાનાંતરાય કર્મ છે. આપવાથી ઓછું થઈ જશે એમ માની આપવાની ઈચ્છા ન થાય.' (૧) જોકે સુપાત્રાદિમાં દાન આપવાથી દાનાન્તરાયનો ક્ષયોપશમ થાય. ભવિષ્યમાં પ્રાપ્ત થાય, ઓછું ન થાય.