SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ તેમ કેટલાક જીવો નિર્ધન, કુરૂપ કે બુદ્ધિહીન હોવા છતાં સંસ્કારવાળા-સારા કુળમાં જન્મ થવા માત્રથી પૂજાય છે. આદરણીયસન્માનનીય બને તે ઉચ્ચગોત્ર કહેવાય અને ધનવાન, સુરૂપ કે બુદ્ધિમાન હોવા છતાં હીનસંસ્કાર, કુળ, દેશ, જાતિ આદિ પ્રાપ્ત થવાથી લોકમાં નિંદા-તિરસ્કારને પાત્ર બને છે તે નીચગોત્ર છે. અહીં કુલ અને જાતિના અર્થ આ પ્રમાણે – કુલ-પિતાનો પક્ષ-સુસંસ્કારી તે, જાતિ-માતાનો (મોસાળ) પક્ષ સંસ્કારી તે જાતિ કહેવાય. અંતરાય કર્મ : અંતરાય-વિજ્ઞ-અટકાવનાર.. આત્મામાં અનંત શક્તિઓ-લબ્ધિઓ રહેલી છે. અર્થાત્ આત્મા અનંત શક્તિનો-લબ્ધિનો સ્વામી છે. પણ એ બધામાં મુખ્ય પાંચ લબ્ધિ દર્શાવી છે. તેથી અંતરાયકર્મ પણ પાંચ ભેદે બતાવ્યું છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યલબ્ધિ. આ પાંચ લબ્ધિ. (૧) જેના ઉદયથી લબ્ધિઓ હણાય - विशेषेण हन्यते-विनाश्यते अनेन इति विघ्नम् (૨) દાનાદિ લબ્ધિઓ આત્મામાં અનંતી છે. તે લબ્ધિઓ અંતરાય કર્મથી હણાય છે. અવરાય છે. (૧) દાનાંતરાય કર્મ : તાન = આપવું તે. દાન આપવા યોગ્ય વસ્તુ હોવા છતાં અને ગુણવાન પાત્ર સામે હોય, આપવાથી મહાન ફળ છે. એમ જાણવા છતા આપવા માટે ભાવ-ઉત્સાહ ન જાગે તે દાનાંતરાય કર્મ છે. આપવાથી ઓછું થઈ જશે એમ માની આપવાની ઈચ્છા ન થાય.' (૧) જોકે સુપાત્રાદિમાં દાન આપવાથી દાનાન્તરાયનો ક્ષયોપશમ થાય. ભવિષ્યમાં પ્રાપ્ત થાય, ઓછું ન થાય.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy