Book Title: Karmvipak Pratham Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 192
________________ વેદનીયકર્મના આશ્રવ ૧૬૯ આ રીતે ગુર્નાદિકની બાહ્ય અને અભ્યન્તર ભક્તિ કરવાથી શાતા વેદનીય કર્મ બંધાય. બીજાને સુખ-શાતા અનુકૂળતા આપવાથી અને તેમ કરવાની ભાવનાથી પણ શાતાવેદનીય બંધાય. આમ, દરેક હેતુમાં જાણવું. (૨) ક્ષમા : ક્રોધના નિમિત્તો મળવા છતાં ખંધકમુનિ આદિની જેમ ક્રોધ ન કરવો, પરંતુ આ મને કર્મનિર્જરામાં ઉપકારી બને છે. ઈત્યાદિ ચિંતવવું. ક્રોધથી શારીરિક અને આત્મિક નુકશાન થાય એમ સમજી ક્રોધના કારણો હોવા છતાં પણ ક્ષમા રાખવી. (૩) કરૂણા : દ્રવ્યથા – દીન-દુ:ખીઓ પર દયા કરવી, તેના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરવો. તેઓની દુઃખી અવસ્થા જોઈ હૃદય કંપે. ભાવદયા - અજ્ઞાની, પાપી જીવોને જોઈ તે બિચારા ક્યારે કર્મથી છૂટશે ઈત્યાદિ ભાવદયા કરવી અને તેઓને ધર્મ પમાડવા પ્રયત્ન કરવો. વારંવાર કષાયાદિ વડે કર્મ બાંધતા હોય તેઓને સમજાવવા પ્રયત્ન કરવો. (૪) વ્રત : ગ્રહણ કરેલ મહાવ્રત-અણુવ્રત-નિયમાદિનું દઢપણે પાલન કરવું. શક્તિ અનુસાર વ્રત-નિયમમાં રહેવાથી કર્મનો આશ્રવ થાય નહિ એમ જાણી વ્રતનિયમાદિ ગ્રહણ કરવા. શક્તિને ફોરવીને પણ ત્યાગ-તપ રૂપ પ્રત્યાખ્યાન કરવું. (૫) યોગ : ઈચ્છા-મિચ્છાદિક દશ પ્રકારની ચક્રવાલ સાધુ-સમાચારીનું દઢપણે પાલન કરવું તે સંયમયોગ. મન-વચન-કાયાના યોગને અશુભમાંથી રોકી

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212