Book Title: Karmvipak Pratham Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 202
________________ ગોત્રકર્મના આશ્રવ ૧૭૯ શબ્દાર્થ : અમનિન = અકામ નિર્જરાવાળો, નય = બાંધે છે, IRવો = આસક્તિ વિનાનો, મજુદું = અશુભ નામને. ગાથાર્થ : અવિરતસમ્યક્રદૃષ્ટિ આદિ બાલતપસ્વી, અકામ નિર્જરાવાળો દેવાયુષ્ય બાંધે છે. સરલ અને ગારવરહિત હોય તે શુભ નામકર્મને બાંધે છે. તેનાથી વિપરીત હોય તે અશુભ નામકર્મને બાંધે છે. તે પ૯ છે. વિવેચન : દેવાયુષ્યના આશ્રવ : (૧) અવિરતસમ્યગદષ્ટિ આદિ શબ્દથી દેશવિરતિ મનુષ્ય-તિર્યંચ, પ્રમત્તસંયત્ત, અપ્રમત્તસંયમ મનુષ્ય. (૨) અકામ નિર્જરા-દેખાદેખીથી-ગતાનુગતિક-ઈચ્છા વિના સારા ભાવથી તપ કરનાર-ઠંડી-ગરમી, ભૂખ વિગેરે કષ્ટ સહન કરનાર. (૩) શુભ લેગ્યા-તેજો-પ-શુક્લ લેશ્યાના પરિણામવાળો દેવાયુષ્ય બાંધે શુભ નામકર્મના આશ્રવ : (૧) સરળતા ગુણવાળો-કપટ રહિત, મન-હૃદય-વાણીવાળો. (૨) ગારવરહિત - ત્રણ ગારવ રહિત. (૧) રસ ગારવ-ઈન્દ્રિયોના વિષયમાં આસક્તિ રહિત (૨) ઋદ્ધિગારવ-ધન-સંપત્તિમાં આસક્ત ન રહે, એટલે વારંવાર તેને મેળવવાના ઉપાયો ન વિચારે, સંપત્તિ ગણવામાં આસક્ત ન રહે. (૩) શાતાગારવ-સુખના સાધનોમાં અનાસક્તપણે રહે છે. નામકર્મની ગતિ જાતિ આદિમાંની તથા ત્રસાદિ અને પ્રત્યેકની શુભ પ્રકૃતિનો બંધ કરે.

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212