Book Title: Karmvipak Pratham Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 201
________________ ૧૭૮ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ (૨) શઠ-કોઈપણ વિષયમાં એટલે બોલવામાં-ચાલવામાં, લેવાદેવામાં મનમાં જુદું અને આચરણમાં જુદું તે. (૩) માયા-મિથ્યાત્વ અને નિયાણ શલ્યવાળો. (૪) માયા-લક્ષ્મણા સાધ્વીજીની જેમતપાદિ કરવામાં પણ માયા કરે. (૫) મિથ્યાત્વ-સાચો ધર્મ કરવા છતાં શ્રદ્ધા ન હોય. (૬) નિયાણ કરેલા ધર્મના બદલામાં આલોકના-પરલોકના ફળની ઈચ્છા કરે. આ આશ્રવ તિર્યંચાયુષ્યનું કારણ બને છે. મનુષ્યાયુષ્યના આશ્રવ : (૧) પ્રકૃતિથી અલ્પ-મંદ કષાયવાળો, એટલે કષાયના ડંખ વિનાનો અર્થાત્ કોઈની સાથે નિમિત્તથી ક્રોધાદિ થાય પરંતુ તરત ભૂલી જાય તેનો મનમાં ડંખ ન રાખે. (૨) પોતાની પાસે જે કંઈ ધન-વસ્ત્ર-પુસ્તક-સાધન હોય અને તે બીજાને વિશેષ જરૂરી છે તો તે ઉદારતાથી આપનાર. (૩) મનુષ્યપણાને શોભે એવા માનવતાવાદી ગુણવાળો એટલે દાન-દયા-પરોપકાર-પોતે કષ્ટ વેઠીને પણ બીજાનું કાર્ય કરે, નમ્રતાવિનયાદિ ગુણવાળો. (૪) ક્ષમા-નિરભિમાન-આર્જવ આદિ ગુણવાળો, ધર્માનુરાગીપણું, બીજાનો આદરભાવ કરનાર, પ્રિય બોલનાર વિગેરે મધ્યમ ગુણવાળો. (૫) સમ્યકત્વ સહિત દેવપણું અને નરકપણું એટલે સમ્યગૃષ્ટિ દેવ અને સમ્યગૃષ્ટિ નારક આયુષ્ય બાંધે તો મનુષ્યનું જ આયુષ્ય બાંધે. अविरयमाइ सुराउं, बाल-तवोऽकामनिजरो जयइ । सरलो अगारविल्लो, सुहनामं अन्नहा असुहं ।। ५९ ॥

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212