________________
દર્શનમોહનીયના આશ્રવ
૧૭૩
કેટલાક જિન પ્રતિમાને પૂજનીય માનતા નથી. પરંતુ (૧) દ્રૌપદીએ જિન પ્રતિમાની પૂજા કરી (૨) એકલવ્ય દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી અજોડ બાણાવળી બન્યો. (૩) પોતાના માતા-પિતા આદિના ફોટાને તેઓને સાક્ષાત્ ભાવથી માને છે. (૪) નાટકીયા મદારી ડબામાં કોઈપણ વસ્તુ રાખી મંત્ર-તંત્ર કરી તે વસ્તુને સાક્ષાત્ બનાવે છે.
આ સર્વે દાખલાઓ જિનેશ્વર ભગવાનની ગેરહાજરીમાં તેમની પૂજા-સેવા-આમંત્રણ પણ ફળે છે. એમ જાણવા છતાં ચૈત્ય અને પ્રતિમાને ન માને, ન પૂજે પરંતુ અનાદર કરે તે.
(૭) શ્રી સંઘની નિંદા ઃ
સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની અવહેલના, નિંદા, અપલાપ કરવાથી, શ્રી સંઘની આજ્ઞા વિરુદ્ધ વર્તન કરવાથી.
(૮) આદિ શબ્દથી :
સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, શ્રુતજ્ઞાન, તીર્થસ્થાનોની આશાતના કરવાથી, અઘટીત વર્તન કરવું, અવર્ણવાદ બોલવા વિગેરે.
આવા પ્રકારના હેતુઓથી દર્શન મોહનીય-મિથ્યાત્વ મોહનીય બંધાય છે.
જો કે દર્શનમોહનીયના ત્રણ ભેદ છે, પરંતુ બંધમાં એક છે. મિથ્યાત્વ જ બંધાય છે. ત્યારપછી ઉપશમ સમ્યકત્વ પામવાથી તે ત્રણ રૂપે થાય છે. એટલે મિથ્યાત્વના દલિકોના ત્રણ પંજ કરે છે. તેથી તે ત્રણ પ્રકારે થાય છે.
(જુઓ યોગશાસ્ત્ર ટીકાપત્ર ૩૦૭/૧) वीतरागे श्रुते सङ्घ धर्मे सर्वसुरेषु च । अवर्णवादिता तीव्रमिथ्यात्वपरिणामिता ।।