Book Title: Karmvipak Pratham Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 197
________________ ૧૭૪ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ सर्वज्ञसिद्धदेवापह्नवो धार्मिकदूषणम् । उन्मार्गदेशनानग्रहोऽसंयतपूजनम् ।। असमीक्षितकारित्वं गुर्वादिष्ववमानना । इत्यादयो द्रष्टिमोहस्याश्रवाः परिकीर्तिताः ।। दुविहंपि चरणमोहं, कसाय-हासाइ-विसयविवसमणो । बंधइ नरयाउं महा-रम्भपरिग्गहरओ रुद्दो ॥ ५७ ।। શબ્દાર્થ કે દાસા = હાસ્યાદિકમાં, વિવસમો = પરાધીન ચિત્તવાળો, મહારમ = મહાઆરંભ, પરિપદ = પરિગ્રહમાં, રમો = આસક્ત, રક્ત, રુદ્દો = રૌદ્રધ્યાની. ગાથાર્થ કષાય અને હાસ્યાદિ, મોહનીયના વિષયમાં આસક્ત મનવાળો જીવ બંને પ્રકારનું ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે. મહાઆરંભી, પરિગ્રહમાં રક્ત બનેલો અને રૌદ્ર પરિણામી જીવ નરકનું આયુષ્ય બાંધે છે. તે પ૭ | વિવેચન : ક્રોધાદિ કષાયના પરિણામવાળો આત્મા કષાય મોહનીય કર્મ વિશેષ બાંધે છે. હાસ્યાદિ નોકષાય મોહનીયને પરવશ મનવાળો આત્મા હાસ્યાદિ નોકષાય મોહનીય કર્મ બાંધે છે અને પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયેલો જીવ વેદ નોકષાયમોહનીય કર્મને વિશેષ રસવાળું બાંધે છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન-ક્રોધ, માન, માયા, લોભ આદિ ૧૬ કષાયોમાં જે જીવ આસક્ત હોય તે જીવ કષાય ચારિત્રમોહનીય કર્મ બાંધે છે. કષાયોના તીવ્ર પરિણામવાળો કષાયોમાં આસક્ત બનેલો, કષાયોમાં વિશેષ પ્રકારે પરવશપણ કરનારો (વિસÚલ) કષાયોમાં પરાધીન મનવાળો જીવ કષાય ચારિત્રમોહનીય કર્મ બાંધે છે. એમાં પણ બને વેગ સો વંધરૂ જે કષાયનો ઉદય હોય તે કષાયથી તે કષાયમોહનીય બંધાય છે.

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212