________________
ગોત્રકર્મનું વર્ણન
૧પ૯ શબ્દાર્થ : જો = ગોત્રકર્મ, સુદ = બે પ્રકારે, નાનવ = કુંભારની પેઠે, સુપ jમતારૂણં = સારો ઘડો, મદિરાદિનો ઘડો, વિધ = અંતરાય કર્મ.
ગાથાર્થ : કુંભારના સારા ઘડા અને ભુંભલા-મદિરાદિના ઘડા જેવું ગોત્રકર્મ ઉચ્ચગોત્ર અને નીચગોત્ર એમ બે પ્રકારે છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યમાં વિદન કરનારું કર્મ અંતરાય કર્મ પાંચ પ્રકારે છે. | પર
વિવેચન : ગોત્રકર્મ ઃ (૧) આત્માનો અગુરુલઘુગુણ હણાય તે. (૨) જીવ ઉચ્ચ અથવા નીચપણે બોલાવાય તે- પૂતે તિ શોત્રમ્ ઉચ્ચ ગોત્રકર્મ :
(૧) ઉત્તમ જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્ય આદિની પ્રાપ્તિ થાય તે ઉચ્ચગોત્ર કર્મ છે. અથવા
(૨) નિર્ધન, કદરૂપો, બુદ્ધિ આદિથી રહિત હોવા છતાં લોકોથી પૂજા-સત્કાર આદિને પામે-આદરણીય બને.
નીચ ગોત્રકર્મ : (૧) જ્ઞાનાદિ ગુણથી સંપન્ન હોવા છતાં પણ તિરસ્કારને પામે, (૨) હીન જાતિ - કુલાદિની પ્રાપ્તિ થાય તે નીચગોત્ર કર્મ છે.
આ ગોત્રકર્મને કુંભારના ઘડાની ઉપમા આપવામાં આવી છે. જેમ કુંભાર એક જ જાતની માટીમાંથી બધા ઘડા બનાવતો હોવા છતાં કેટલાક ઘડા એવા સારા બને છે કે જે ઉત્તમ કાર્યોમાં તે ઘડાઓ પુષ્પ, ચંદન, અક્ષતાદિથી પૂજાય છે. મંગલકલશ તરીકેની સ્થાપનામાં વપરાય છે.
જ્યારે તે જ માટીમાંથી બનાવેલા કેટલાક ઘડા મદિરાદિ ભરવામાં ઉપયોગી થવાથી લોકમાં નિંદા-તિરસ્કારને પાત્ર બને છે.