Book Title: Karmvipak Pratham Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 186
________________ ૧૬૩ કર્મબંધના બાહ્યાશ્રય તે પ્રમાણે લાભાન્તરાયાદિના ઉદયમાં જાણવું. મેળવવા માટે ઘણા પ્રયત્ન કરે, ચોક્કસ લાભ થાય તેવો વ્યાપાર -પ્રયત્ન કરે છતાં બીજાને લાભ થાય પરંતુ પોતાને થાય નહીં, મેળવી ન શકે. જેમ ઋષભદેવ પરમાત્મા એક વર્ષ સુધી આહાર મેળવી શક્યા નહીં. અહીં યાચના કરવા છતાં બીજા યાચકોને મળે અને પોતાનો વારો આવે અને આપનાર કોઈ કારણથી આપવાનું બંધ કરે અથવા ધંધામાં-વ્યાપારમાં પ્રયત્ન કરવા છતાં બીજાને લાભ થાય, પોતાને ન થાય તે લાભાન્તરાય. આહાર કરવાની ઈચ્છા હોય, મીઠાઈ આદિ ખાવાનું મન થાય પરંતુ ડાયબીટીસાદિ રોગાદિથી વાપરી ન શકે. ખાઈ ન શકે તે ભોગાન્તરાય. વસ્ત્રાદિ ફાટી જશે, જુના થઈ જશે એમ માની પહેરી કે વાપરી ન શકે અને પછી સડી જવાથી નકામા થઈ જાય તે ઉપભોગાન્તરાય. સારા કાર્યમાં મન-વચન-કાયાની શક્તિ ન ફોરવી શકે, અને પરાધીનતા અથવા અન્યના આદેશ-હુકમથી કામ કરવું પડે તે વીર્યન્તરાય. કર્મબંધના હેતુઓ पडिणीयत्तण-निन्हव-उवघाय-पओस-अंतराएणं । अच्चासायणयाए, आवरणदुगं जीओ जयइ ॥ ५४ ॥ શબ્દાર્થ : હળીમળ = પ્રત્યનીકપણું, નિન્દવ = છુપાવવુંઓળવવું, પોતે = અત્યંત દ્વેષ, વવાય = ઘાત કરવો, વાલીયા = અત્યંત-ઘણી આશાતના કરવાથી, તુમ = બે પ્રકારના, નિમો = જીવો નય = બાંધે છે - ઉપાર્જે છે.

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212