________________
૧૬૧
અંતરાયકર્મનું વર્ણન
येन कर्मणा न दीयते इति दानान्तरायम् । (૨) લાભાંતરાય કર્મ ઃ = મેળવવું
દાતા વિદ્યમાન હોવા છતાં, લેનાર ગુણવાન હોય છતાં, યાચનામાં કુશળ હોવા છતાં મેળવી ન શકે તેને લાભાંતરાય કર્મ છે.
न लभ्यते इति लाभान्तरायम् । (૩) ભોગાંતરાય કર્મ : = ભોગવવું.
વિશિષ્ટ આહારાદિ પ્રાપ્ત હોવા છતાં, વ્રત પચ્ચકખાણાદિનો પરિણામ ન હોવા છતાં ભોગવટો ન કરી શકે-વાપરી ન શકે-ખાઈ ન શકે તેને ભોગાંતરાય કર્મ કહે છે.
ખાવાની-વાપરવાની ઈચ્છા હોય છતાં પોતે વાપરતાં પૂર્વે કોઈ આવી જાય અને તે વાપરે, તેથી પોતે ન વાપરી શકે. જેમ પૂજામાં કહ્યું –જમી જમાઈ પાછો વળીયો
જ્ઞાન દશા તપ જાગી-ભૂલ્યો બાજી (૪) ઉપભોગવંતરાય કર્મ :
વારંવાર ભોગવટો કરવા યોગ્ય વસ્ત્ર-આભરણાદિ પદાર્થો મળવા છતાં પણ વ્રત-પચ્ચકખાણાદિ ન હોવા છતાં ભોગવી-વાપરી ન શકે તેને ઉપભોગાંતરાય કર્મ કહે છે.
ભોગ-એકવાર ભોગવાય તે ભોગ કહેવાય. જેમ આહાર, પાણી આદિ.
ઉપભોગ - વારંવાર ભોગવાય તે ઉપભોગ કહેવાય. જેમ વસ્ત્ર, પાત્ર, સ્ત્રી આદિ.
(૫) વીર્યાન્તરાય કર્મ :
નિરોગી શરીર, યૌવનપણું હોવા છતાં અલ્પ સામર્થ્યવાળો, શક્તિવાળો થાય તે વીર્યાન્તરાય કર્મ છે. અર્થાત્ શક્તિ ફોરવી ન શકે,
૧૧