________________
૧૫૫
સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ
સાધારણ નામકર્મ : અનંતા જીવોને એક શરીર પ્રાપ્ત થાય તે.
આ કર્મ વનસ્પતિકાયમાં જ હોય અને તે કર્મના ઉદયવાળા જીવો (૧) સાધારણ વનસ્પતિકાય (૨) નિગોદ (૩) કંદમૂળ (૪) અનંતકાય કહેવાય છે.
આ કર્મના ઉદયવાળા અનંત જીવો એક સાથે ઉત્પત્તિ સ્થાનમાં આવે. અનંતા જીવો સાથે મળી આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ વિગેરે સાથે બનાવે. એક શરીર બનાવે અને આયુષ્ય પૂર્ણ થયે તે અનંતા જીવ સાથે અથવા આયુષ્ય પ્રમાણે અવે. ' અર્થાત્ કોઈ જીવ વહેલો મૃત્યુ પામે, કોઈ જીવ મોટા અંતર્મુહૂર્તના આયુષ્યવાળો હોય તો પછી મૃત્યુ પામે.
અર્થાત્ અનંતા જીવો ઉત્પત્તિ સ્થાનમાં સાથે આવે. આહાર ગ્રહણ કરવો, શ્વાસોશ્વાસ લેવો વિગેરે એક શરીરથી સાથે જ કરે. પરંતુ મરણ સાથે પામે એવું નહિ.
સ્થિર નામકર્મ : દાંત, હાડકાદિ શરીરના અવયવોમાં નક્કરપણુંમજબુતપણું-નિશ્ચલપણું પ્રાપ્ત થાય તે સ્થિર નામકર્મ.
અસ્થિર નામકર્મ ઃ પાંપણ-જીલ્લા-કર્ણ વિગેરે અવયવો ચપલ થાય તે.
આ બંને પ્રતિપક્ષી કર્મ એક જીવને જુદા-જુદા અવયવોમાં સાથે જ ઉદયમાં હોય છે, કારણ કે તે ધ્રુવોદયી છે.
શુભ નામકર્મ : નાભિથી ઉપરના અવયવો શુભ પ્રાપ્ત થાય તે શુભ નામકર્મ છે.
મસ્તક અથવા હાથ બીજાને અડાડવાથી તે ખુશ થાય છે માટે તે અવયવો શુભ કહેવાય અને તે શુભ નામકર્મના ઉદયથી બને છે.