________________
પ્રત્યેકપ્રકૃતિનું વર્ણન
૧૪૫ ગાથાર્થ સૂર્યના બિંબમાંના જીવનું શરીર તાપયુક્ત અનુભવાય તે આતપ નામકર્મનો ઉદય છે. પરંતુ અગ્નિકાયમાં આતપનો ઉદય ન હોય કારણ કે અગ્નિકાયમાં તો ઉષ્ણસ્પર્શ અને રક્તવર્ણ નામકર્મનો ઉદય છે.
વિવેચન : આતપ નામકર્મ :
શરીર શીત સ્પર્શવાળું હોવા છતાં બીજા જીવોને ઉષ્ણ (સ્પર્શ) પ્રકાશરૂપે અનુભવાય તે આતપ નામકર્મ છે.
તેનો ઉદય સૂર્યના વિમાનમાં રહેલાં રત્નોરૂપ બાદર પૃથ્વીકાયના જીવોને જ હોય છે.
અગ્નિકાયના જીવોને આતપ નામકર્મનો ઉદય હોય નહીં. કારણ કે તેમને તો ઉષ્ણસ્પર્શ નામકર્મ અને રક્તવર્ણ નામકર્મનો ઉદય હોય છે. તેથી તે ઉષ્ણપ્રકાશ રૂપે અનુભવાય છે.
પ્રશ્ન : અગ્નિકાયથી જીવોને તાપનો અનુભવ થાય છે તો તે આપ નામકર્મ કેમ ન કહેવાય ?
જવાબ : આપ નામકર્મ એટલે શરીર શીત સ્પર્શવાળું હોય અને બીજાને ઉષ્ણ સ્પર્શવાળો પ્રકાશ આપે.
અહીં અગ્નિ તે ઉષ્ણ સ્પર્શવાળો છે તેમજ જે પ્રકાશ આપે છે તે ઉત્કટ રક્તવર્ણના ઉદયના કારણે આપે છે તેથી આપ નામકર્મ ન કહેવાય.
ઉદ્યોત નામકર્મ अणुसिणपयासरुवं, जीअंगमुजोअए इहुजोआ । जइदेवुत्तरविक्किअ-जोइसखजोअमाइव्व ॥ ४६ ॥
શબ્દાર્થ : મUસિપિયર્વ = શીત (અનુષ્ણ) પ્રકાશરૂપ, ઉજ્ઞોગમારૂત્ર = ખજુઆ આદિની જેમ. ૧૦