________________
સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ
૧૫૧
વિવેચન : પિંડ પ્રકૃતિઓનું વર્ણન અને આઠ પ્રત્યેક પ્રકૃતિનું વર્ણન કર્યું છે.
હવે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિઓ ૨૦ (વીસ) છે જે ત્રસદશક અને સ્થાવર દશક કહેવાય છે. અહીં બન્નેની વ્યાખ્યા સાથે આપવામાં આવી છે કારણ કે ગાથા-૫૧ માં સ્થાવર દશકનો અર્થ વિપરિત જાણવો એમ કહેલ છે.
ત્રસનામકર્મ :
(૧) સુખ-દુઃખના પ્રસંગોમાં પોતાની ઈચ્છા મુજબ ગમનાગમન (હલનચલન) કરી શકે તે ત્રસ નામકર્મ છે.
(૨) તાપ આદિથી પીડિત થતાં એક સ્થાનેથી બીજે સ્થાને ઈચ્છા મુજબ જઈ શકે તે ત્રસ નામકર્મ કહેવાય છે.
(૩) ત્રસન્તિ-વિમ્મતિ કૃતિ ત્રસા
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવો ત્રસ કહેવાય છે.
જોકે તેઉકાય-વાયુકાય બીજાની પ્રેરણાથી ગતિ (ગમનાગમન) કરે છે તેથી તેઓને ગતિત્રસ કહ્યા છે. એટલે પોતાની શક્તિથી ગતિ કરતા નથી માટે તે લબ્ધિત્રસ કહેવાય નહિ. તે ગતિત્રસ હોવાથી તત્ત્વાર્થસૂત્રમાં તેનો-વાયુ-ટ્વીન્દ્રિયાયશ્ચ ત્રસા: એમ ત્રસ કહ્યા છે.
સ્થાવર નામકર્મ : સુખ-દુ:ખની પ્રાપ્તિ થવા છતાં જે ઈચ્છા મુજબ ગતિ કરી શકે નહિ. જેમ ઠંડી અથવા ગરમીથી પીડાવા છતાં વૃક્ષ આદિ વનસ્પતિ બીજે જઈ શકતી નથી. ચુલા ઉપર રહેલું પાણી બળી જવા છતાં બીજે જઈ શકતું નથી. આ નામકર્મ એકેન્દ્રિય જીવોને જ હોય છે.
બાદર નામકર્મ :
જીવોના એક શરીર અથવા અનેક (અસંખ્ય) શરીરો એકઠાં થવાથી ઈન્દ્રિય ગોચર થાય તે બાદર નામકર્મ છે.