________________
૧૫૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ જો કે બાદર નામકર્મ તે જીવવિપાકી પ્રકૃતિ છે, પરંતુ પુદ્ગલ વિપાકી પ્રકૃતિ નથી તેથી બાદર નામકર્મથી શરીર ચક્ષુગ્રાહ્ય બને જ એવું નથી.
કારણ કે બાદર નામકર્મ વિગ્રહ ગતિમાં પણ જીવને ઉદયમાં હોય છે. તે વખતે ઈન્દ્રિય ગ્રાહ્ય શરીરવાળો નથી.
માટે આ કર્મ એક લબ્ધિ-સ્વરૂપ કર્મ છે. તેથી જીવ જ્યારે શરીર બનાવે ત્યારે એક અથવા અનેક શરીર એકાકાર (ભેગાં થાય) થાય ત્યારે ઈન્દ્રિય (ચક્ષુ તથા સ્પર્શેન્દ્રિય) ગ્રાહ્ય બની શકે તેવું શરીર બને તે બાદરનામ કર્મ છે.
સૂક્ષ્મ નામકર્મ : એક અથવા અનેક શરીર ભેગાં (એકાકાર) થવા છતાં ઈન્દ્રિય ગ્રાહ્ય-ચક્ષુગ્રાહ્ય ન બને તે.
આ કર્મ પૃથ્વીકાયાદિ કેટલાક એકેન્દ્રિય જીવોને જ હોય, પરંતુ બેઈન્દ્રિયાદિથી તિર્યંચ-મનુષ્ય-દેવ અને નારકી સુધીના જીવોને ન હોય.
પર્યાપ્ત નામકર્મ :
સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવામાં સમર્થ થાય-સક્ષમ થાય તે પર્યાપ્ત નામકર્મ છે.
અપર્યાપ્ત નામકર્મ સ્વયોગ્ય પર્યાપ્તિ બનાવવા સમર્થ ન થાય. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા તે બને બે બે પ્રકારે કહ્યા છે.
(૧) લબ્ધિ પર્યાપ્તા : સ્વયોગ્ય પર્યાપ્તિ અવશ્ય કરી શકે- કરે તે. આ જીવ ઉત્પત્તિના પ્રથમ સમયથી લબ્ધિ પર્યાપ્તા કહેવાય. કાળસંપૂર્ણ આયુષ્ય.
(૨) કરણ પર્યાપ્તા ઃ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરેલ હોય તે. આ જીવ પોતાની પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી કહેવાય. કાળ-અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્ણઆયુષ્ય.