________________
૧૪૭.
પ્રત્યેકપ્રકૃતિનું વર્ણન
તીર્થકર નામકર્મના ઉદયથી ત્રણ ભુવનને વિશે પૂજનીય થાય છે. તેનો ઉદય શ્રી કેવળજ્ઞાની ભગવંતોને હોય છે. મેં ૪૭ |
વિવેચન : અગુરુલઘુનામકર્મ :
જેના ઉદયથી જીવોને પોતાનું શરીર ન ભારે (અગુરુ) -ન હલકું (ન લઘુ) ન ગુરુલઘુ (ન ભારે હલકું) પરંતુ અગુરુલઘુરૂપે પરિણમન થાય. એટલે જીવને પોતાનું શરીર ભારે પણ ન લાગે અને હળવું પણ ન લાગે. અર્થાત્ શરીરમાં વજન વધે કે ઘટે છતાં તેનો અનુભવ પોતાને ન જણાય તે અગુરુલઘુ નામકર્મ છે.
જોકે દરેક પ્રાણીને પોતાના શરીરના વજનમાં વધારો-ઘટાડો થાય તો પણ તેનો અનુભવ જીવને ચાલવામાં બેસવામાં-ઉઠવામાં થતો નથી. બીજું વજન ઊંચકવામાં કષ્ટ અનુભવાય છે, પરંતુ શરીરના વજનમાં ફેરફાર થાય તો પણ તેનો અનુભવમાં ખ્યાલ આવતો નથી.
વળી કેટલાક સ્થલ (ભારે) શરીરવાળા જીવોને પોતાનું શરીર બેસવા ઉઠવામાં તકલીફવાળું અનુભવાય તે ઉપઘાત નામના ઉદયથી થાય છે.
તેમજ એક જીવને અગુરુલઘુ તેમજ ગુરુસ્પર્શ અને લઘુસ્પર્શ નામકર્મનો પણ ઉદય સાથે જ હોય છે. છતાં દરેકનું ફળ જુદું છે. કારણ કે હાથ-પગ-મસ્તક આદિ અવયવોમાં ગુરુસ્પર્શ નામકર્મ અને પાંપણવાળ-જીભ-હોઠ આદિ અવયવોમાં લઘુસ્પર્શ નામકર્મ અને આખા શરીરની અપેક્ષાએ અગુરુલઘુ નામકર્મ જાણવું.
તીર્થકર નામકર્મ : સર્વશ્રેષ્ઠતમકક્ષાની પુણ્ય પ્રકૃત્તિ :
જે કર્મના ઉદયથી આઠ પ્રાતિહાર્યાદિ ૩૪ અતિશયો ઉત્પન્ન થાય, ત્રણ ભુવનમાં પૂજનીયપણું-માર્ગદર્શકપણું મળવું તે તીર્થંકર નામકર્મ કહેવાય છે.