________________
પ્રત્યેકપ્રકૃતિનું વર્ણન
૧૪૩ શબ્દાર્થ : પરકા = પરાઘાત નામકર્મ, પાણી = પ્રાણી, જીવ, પસિં = બીજાઓને, વંતિપિ = બળવાનોને પણ, કુરિસો = દુઃખે કરીને જીતી શકાય તેવો, દ્ધિ = લબ્ધિ
ગાથાર્થ : પરાઘાત નામકર્મના ઉદયથી જીવ બીજા બળવાનને પણ દુસહ્ય-દુખે કરીને જીતવા યોગ્ય થાય છે. શ્વાસોશ્વાસ નામકર્મથી શ્વાસોશ્વાસલબ્ધિવાળો થાય. ૪૪ //
વિવેચન : હવે પ્રત્યેક પ્રકૃતિઓને વિશેષ રીતે સમજાવે છે. પરાઘાત નામકર્મ ઃ (૧) પરીનું કાન્તિ – પરીપાતમ્ (૧) {ન પરિમવતિ (૨) : તે – 7 મિભૂયતે (૪) બીજાથી જે આઘાત ન પામે - પરાભવ ન પામે. (૫) બીજાને જે આઘાત પમાડે તે પરાઘાત અર્થાત્ (૧) ઓજસ્વી-પ્રતાપી તેજસ્વી એવા પોતાને જોવા માત્રથી,
(૨) તેમજ પોતાની વાણીની પટુતા વડે રાજા-મહારાજાઓની સભામાં ગયો છતો પણ તે સભાના સભ્યોને ક્ષોભ ઉત્પન્ન કરે,
(૩) પોતાનો પ્રભાવ પેદા કરે અને સામા પક્ષની પ્રતિભાને દબાવે તે પરાઘાત નામકર્મ છે.
(૪) બળવાન પ્રતિપક્ષને પણ પરાભવ પમાડી દે. ઉચ્છવાસ નામકર્મ :
(૧) જેના ઉદયથી ઉચ્છવાસ-નિશ્વાસ લેવા મૂકવાની ક્રિયાવાળો થાય. (૨) સુખપૂર્વક શ્વાસ લઈ-મૂકી શકે તે ઉચ્છવાસ નામકર્મ છે.
પ્રશ્ન : કોઈપણ લબ્ધિ લાયોપશમ ભાવની હોય છે તો શ્વાસોશ્વાસ લબ્ધિ ઔદાયિક ભાવની કેમ કહેલ છે ?