________________
૧૪૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
મનુષ્યત્રિક : મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી અને મનુષ્યાયુષ્ય. તિર્યચત્રિક : તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી અને તિર્યંચાયુષ્ય. નરકત્રિક : નરકગતિ, નરકાનુપૂર્વી નરકાયુષ્ય.
વિહાયોગતિ નામકર્મ : (૧) વિદાય પતિઃ આકાશ વડે ગતિ થાય છે. તે બે પ્રકારે છે.
(૧) શુભ વિહાયોગતિ નામ. (૨) અશુભ વિહાયોગતિ નામ. (૧) શુભ વિહાયોગતિ નામકર્મ
હાથી, બળદ અને રાજહંસના જેવી શુભ-મલપતિ ગતિ ચાલ પ્રાપ્ત થાય તે શુભવિહાયોગતિ નામકર્મ છે.
(૨) અશુભ વિહાયોગતિ નામકર્મ :
(૧) ખચ્ચર-તીડ-ઉંટ-પાડા-ગધેડા જેવી અશુભ ગતિ પ્રાપ્ત થાય છે. (૨) કુદકા ભરતી ચાલ, રાજાના જેવી ચાલ પ્રાપ્ત થાય તે.
પ્રશ્ન : ચૌદરાજલોકમાં જ જીવો હોય છે. અને ચૌદ રાજલોક અને લોકબહાર પણ વિદાય-આકાશ છે. એટલે આકાશ વિના ગતિ થાય નહીં. તો આ કર્મમાં વિદાય એટલે વિહાયોગતિ એવું નામ કેમ આપ્યું?
ઉત્તર : તમારો પ્રશ્ન બરાબર છે. જો કે જીવની આકાશ વિના ગતિ નથી. તેથી વિદાયમ્ શબ્દની જરૂર નથી. છતાં મૂકવાનું કારણ એ કે નામકર્મની પ્રથમ પ્રકૃતિ ગતિ નામકર્મ છે. બન્ને એક થઈ જાય. તેથી તે ગતિ નામકર્મથી જુદુ પાડવા વિહાયોગતિ એવું નામ આપ્યું છે.
આઠ પ્રત્યેક પ્રવૃતિઓ પરાઘાત નામકર્મ
શ્વાસોશ્વાસ નામકર્મ परघाउदया पाणी, परेसिं बलिणंपि होइ दुद्धरिसो । उससणलद्धिजुत्तो, हवेइ ऊसासनामवसा ॥ ४४ ।।