________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ૠજુગતિવાળાને પ્રથમ સમયે જ ભવાન્તરના આયુષ્ય અને આહાર હોય છે. આ ગતિમાં અણાહારીપણું હોય નહીં.
વિગ્રહગતિ : ભવાંતરમાં જતા જીવને
(૨) એક વક્રા - બે સમય સનાડીમાં (૧) વિદિશામાંથી દિશામાં-પ્રથમ સમય (૨) પ્રથમ વક્રા કરી ઉર્ધ્વથી અધો અથવા અધોથી ઉર્ધ્વગમન કરી ઉત્પત્તિ સ્થાનમાં જાય.
૧૪૦
-
આ બે સમયવાળી એક વક્રાવાળી ગતિમાં પ્રથમ સમયે પૂર્વભવના આયુષ્ય અને આહાર હોય. પછીના સમયે નવા ભવનો આહાર અને આયુષ્ય હોય. આમાં અણાહારીપણું ન હોય.
(૩) બે વક્રા ત્રણ સમય - ત્રસનાડીમાં (૧) પ્રથમ સમયે વિદિશામાંથી દિશામાં (૨) પ્રથમ વક્રા કરી ઉર્ધ્વથી અધો અથવા અધોથી ઉર્ધ્વગમન કરે (૩) બીજી વક્રા કરી દિશામાંથી વિદિશામાં ઉત્પત્તિસ્થાનમાં જાય.
-
આમાં મધ્યના એક સમયમાં અણાહારીપણું હોય.
ચાર સમય
(૪) ત્રણ વક્રા ત્રસનાડી બહાર હોય (૧) વિદિશામાંથી દિશામાં જાય (૨) બીજા સમયે ત્રસનાડીમાં આવે (૨) ત્રીજા સમયે ઉર્ધ્વ કે અધોદિશામાં જાય. (૪) ચોથા સમયે દિશામાંથી વિદિશામાં જાય.
-
આમાં વચ્ચેના બે સમય અણાહારીપણું હોય.
(૫) ચાર વક્રા - પાંચ સમય - (૧) ત્રસનાડી બહારમાં રહેલ જીવ વિદિશામાંથી દિશામાં આવે. (૨) ત્રસનાડીમાં આવે (૩) ઉર્ધ્વથી અધો અથવા અધોથી ઉર્ધ્વ જાય. (૪) ત્રસનાડી બહાર જાય (૫) દિશામાંથી વિદિશામાં જાય.
(જુઓ પ્રવચન સારોદ્વાર દ્વા૨-૨૩૩ ગાથા-૧૯)