________________
૪૫
અવધિજ્ઞાનનું વર્ણન જોઈ શકે. આ રીતે જેમ-જેમ ઉપરના દેવો હોય તે નીચે નીચે વધારે વિસ્તાર સુધી જોઈ શકે એટલે અનુત્તરના દેવો સાતમી નારકી સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે. ફક્ત પોતાના વિમાનની ધ્વજા ઉપર ૧૨ યોજન લોકના પ્રમાણને ન જોઈ શકે. એટલે અનુત્તરના વિમાન પછી ૩યોજન ખાલી જગ્યા + ૮ યોજન સિદ્ધશિલા પછી ૧ યોજનના અંતે લોકનો છેડો છે. તેથી તે વિમાનની ઉપર ૧૨ યોજન માત્ર લોકને જોઈ ન શકે.
અવધિજ્ઞાનના મુખ્ય બે ભેદ છે. (૧) ભવપ્રત્યયિક, (૨) ગુણપ્રત્યયિક
(૧) ભવ પ્રત્યયિક : “ભવના નિમિત્તથી જે ક્ષયોપશમ થાય તે.” આ અવધિજ્ઞાન દેવો અને નારકીને જન્મતાંની સાથે જ હોય છે.
(૨) ગુણ પ્રત્યયિક : તપશ્ચર્યા–ધ્યાન, સ્વાધ્યાય આદિથી થાય તે. આ અવધિજ્ઞાનના છ પ્રકાર છે તે આ પ્રમાણે
(૧) અનુગામી : જે ક્ષેત્રમાં જ્ઞાન થયું હોય તે ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જાય તો પણ રહે, દા.ત. બેટરી-ફાનસના દિપકની જેમ સાથે અનુસરે, સાથે રહે છે.
(૨) અનનુગામી : જે ક્ષેત્રમાં અવધિજ્ઞાન થયું હોય તે ક્ષેત્રથી બીજે જાય તો સાથે ન રહે છે. અથવા સાંકળે બાંધેલ દીપકના પ્રકાશની જેમ જ્યાં થયું હોય ત્યાં જ ઉપયોગ મૂકી શકે, બીજે નહીં.
(૩) વર્ધમાન : જે અવધિજ્ઞાન પ્રારંભમાં થોડું હોય અને પછી વિશુદ્ધિના કારણે વધતું જાય. એટલે શરૂઆતમાં અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય અને પછી વધતું વધતું સંપૂર્ણલોક અને તેથી પણ અધિક એટલે અલોકમાં પણ લોક જેવડા અસંખ્ય ખંડુક જોવાની શક્તિ થાય તે.
(૪) હીયમાન : જે અવધિજ્ઞાનથી પ્રારંભમાં સંખ્યાત અસંખ્યાત યોજન સુધી જોઈ શકે અને ધીમે ધીમે ક્ષયોપશમ ઘટતો જાય છે. છેલ્લે