________________
મોહનીયકર્મ
૮૩
વિવેચન : અનંતાનુબંધી આદિ કષાયો જીવનમાં કેટલા કાળ સુધી ટકે છે અને એ કષાયો નાશ ન પામે તો કઈ ગતિ પ્રાપ્ત કરાવે છે અને એ કષાયો કયા ગુણને રોકે છે. કેટલા તીવ્ર-મંદ છે એ આ ગાથામાં જણાવે છે.
અનંતાનુબંધી કષાય ઉત્કૃષ્ટથી જીવનપર્યત રહે છે. કોઈવાર આ કષાયની તીવ્રતા એવી હોય છે કે ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ તીવ્રતા ઓછી થતી નથી અને આ તીવ્ર કષાયવાળો જીવ નરકાયુ અને ત~ાયોગ્ય નરકગતિ બાંધે છે અને જ્યાં સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. અનંતાનુબંધી કષાયનો ઉપશમ કે ક્ષયોપશમ થાય તો જ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. માટે આ કષાય સમ્યકત્વ ગુણને રોકનાર છે.
જોકે પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ કોઈવાર જOછી અંતર્મુહૂર્ત સુધી તીવ્ર પરિણામ રહે અને પછી ચાલ્યો પણ જાય.
અપ્રત્યાખ્યાનીય કષાય ઉત્કૃષ્ટથી એક વર્ષ સુધી રહે છે. ઘણાં પ્રયત્નો પછી આ કષાય જાય છે. આ તીવ્ર કષાયવાળો જીવ આયુષ્ય બાંધે તો પ્રાયતિર્યંચાય બાંધી ત~ાયોગ્ય તિર્યંચગતિ પ્રાપ્ત કરે છે. આ કષાય હોય ત્યાં સુધી દેશવિરતિ ગુણ પ્રાપ્ત થતો નથી. અપ્રત્યાખાનીય કષાયનો ઉદય હોય ત્યાં સુધી જીવને કોઈપણ વ્રત પચ્ચકખાણ આદિ કરવાની ઈચ્છા થતી નથી.
પ્રત્યાખ્યાનીય કષાય ચાર માસ સુધી રહે છે. થોડાં પ્રયત્નોથી આ કષાય દૂર થાય છે. પણ આ કષાય દૂર ન થયો હોય એટલે અનં. કષાય ન હોય. મંદ અપ્રત્યાખ્યાનવાળા અને પ્રત્યાખ્યાન ઉદયવાળા દેવ-નારકો મનુષ્યાયુ: અને મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે. આ કષાયનો ઉદય છતે સર્વવિરતિ ગુણ પ્રાપ્ત થતો નથી. તેમજ અનં. ન હોય અને અપ્રત્યા. પ્રત્યા. ના ઉદયવાળા મનુષ્ય તિર્યંચો દેવ પ્રાયોગ્ય જ બંધ કરે.