________________
વર્ણાદિનામકર્મ
૧૩૫
(૨) દુરભિગંધ નામકર્મ :
જેના ઉદયથી શરીરમાં અથવા અવયવોમાં લસણ-ડુંગળી જેવી ખરાબ ગંધ થાય તે દુરભિગંધ નામકર્મ છે.
રસનામકર્મ : (૧) આસ્વાદ્યતે રૂતિ રસ: (૨) જે આસ્વાદ કરાય
તે રસ.
જેના ઉદયથી શરીરમાં અને શરીરના અવયવોમાં તિક્ત (કડવો) વિગેરે રસ પ્રાપ્ત થાય તે રસ નામકર્મ તે પાંચ પ્રકારે છે.
(૧) તિક્તરસ નામકર્મ :
શરીરમાં અથવા લોહી આદિ ધાતુઓમાં લીમડા જેવો કડવો રસ થાય તે તિક્તરસ નામકર્મ છે.
(૨) કટુરસ નામકર્મ :
શરીરમાં અથવા સાત ધાતુઓમાં મરચાં જેવો તીખો રસ થાય તે કટુરસ નામકર્મ છે.
(૩) કષાયરસ નામકર્મ :
શરીરમાં અને સાત ધાતુઓમાં ત્રિફળા જેવો તૂરો રસ થાય તે કષાયરસ નામકર્મ છે.
(૪) આમ્બરસ નામકર્મ :
શરીરમાં અને સાત ધાતુઓમાં આમલી જેવો ખાટો રસ થાય તે આમ્લ૨સ નામકર્મ છે.
(૫) મધુર૨સ નામકર્મ :
શરીરમાં અને સાત ધાતુઓમાં સાકર જેવો મીઠો મધુર રસ થાય તે મધુર રસ નામકર્મ છે.