________________
વર્ણાદિનામકર્મ
૧૩૩
જીવનું શરીર શોભાયુક્ત થાય તે વર્ણ નામકર્મ કહેવાય છે. તે વર્ણ પાંચ પ્રકારે છે. (૧) કૃષ્ણ (૨) નીલ (૩) રક્ત (૪) પીત (૫) શ્વેત (સફેદ)
(૧) કૃષ્ણવર્ણ નામકર્મ :
જીવના શરીરમાં અથવા અવયવોમાં કાજળ જેવો કાળો વર્ણ થાય તે કૃષ્ણવર્ણ નામકર્મ કહેવાય છે. જેમ કાગડા વિગેરેના શરીરનો વર્ણ જેવો કાળો વર્ણ પ્રાપ્ત થાય તે.
(૨) નીલવર્ણ નામકર્મ :
જીવના શરીરમાં અથવા અવયવોમાં પોપટની ચાંચ જેવો લીલો વર્ણ થાય તે નીલવર્ણ નામકર્મ કહેવાય.
(૩) રક્તવર્ણ નામકર્મ :
જીવના શરીરમાં અથવા અવયવોમાં મજીઠ જેવો લાલવર્ણ પ્રાપ્ત થાય તેને રક્તવર્ણ નામકર્મ છે. પ્રાણીઓના શરીરમાં રહેલ લોહી, જીભ વિગેરે લાલ વર્ણની હોય છે તે.
(૪) પીતવર્ણ નામકર્મ :
જીવોના શરીરમાં અને અવયવોમાં હળદરના રંગ જેવો પીળો વર્ણ પ્રાપ્ત થાય તે પીતવર્ણ નામકર્મ છે. કમળો-પીળીયો થાય ત્યારે શરીરનો વર્ણ પીળો થાય તે, વળી શરીરમાંની કેટલીક નસ પણ પીળી હોય છે.
(૫) શ્વેતવર્ણ નામકર્મ :
જીવોના શરીરમાં અને અવયવોમાં બગલા વિગેરે જેવો શ્વેતવર્ણ થાય તેને શ્વેતવર્ણ નામકર્મ છે. જેમ-શંખ-બગલાની પાંખ વિગેરે સફેદ (શ્વેત) હોય છે. તેવો વર્ણ મળે તે શ્વેતવર્ણનામકર્મ.