________________
સંસ્થાનનામકર્મ
૧૩૧
(૧) સમચતુરસ્ર સંસ્થાન નામકર્મ :
સમ-સરખા, ચતુર-ચાર, અસ-ખુણા...
(૧) ૪ ખુણાનું અંતર જેમાં સરખું હોય તે સમચતુસ્ર એટલે પર્યંકાસને બેઠેલાનું (૧) બે ઢીંચણ વચ્ચેનું અંતર (૨) જમણો ખભો અને ડાબા ઢીંચણનું અંતર (૩) ડાબો ખભો અને જમણા ઢીંચણનું અંતર (૪) લલાટના મધ્યભાગથી પર્યંકાસનના મધ્યભાગનું અંતર. આ ચાર અંતર એકસરખાં હોય.
(૨) સામુદ્રિક શાસ્ત્રમાં દરેક પ્રાણીના શરીરના અવયવોનું પ્રમાણ બતાવ્યા પ્રમાણે સર્વ અવયવો પ્રમાણોપેત હોય તે,
(૩) દરેક ઉત્તમ લક્ષણોયુક્ત હોય. ઉત્તમ પુરુષનાં ૧૦૦૮ અને ૧૦૮ ઉત્તમ લક્ષણો (ચિહ્નો) કહ્યાં છે. તે સર્વ અથવા કેટલાક લક્ષણો સહિત હોય તે.
(૪) સામુદ્રિક શાસ્ત્રમાં મનુષ્ય-પં. તિર્યંચના શરીરના અવયવોનું પ્રમાણ બતાવેલ છે. એટલે ઉત્તમ પુરુષ પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ ઉંચાઈવાળો હોય તેવું સંસ્થાન તે સમચતુરસ કહેવાય.
(૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન નામકર્મ :
ન્યગ્રોધ-વડનું ઝાડ, પરિમંડલ-આકાર.
જેમ વડ વૃક્ષમાં ઉપરનો ભાગ ઘટાટોપ-સુદર હોય અને નીચેનો થડ-ડાળીઓ આદિનો ભાગ બેડોળ-ઊંચો નીચો હોય છે તેમ નાભિથી ઉપરના અવયવો લક્ષણ અને પ્રમાણયુક્ત હોય અને નાભિથી નીચેના અવયવો લક્ષણ અને પ્રમાણરહિત હોય. આવા પ્રકારના અવયવો પ્રાપ્ત થાય તે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન નામકર્મ છે.
(૩) સાદિ સંસ્થાન નામકર્મ : (સાચી)
નાભિથી ઉ૫૨ના અવયવો લક્ષણ અને પ્રમાણથી હીન હોય અને