________________
નામકર્મ-પિંડપ્રકૃતિ
સંઘાતન નામકર્મની શું જરૂર ?
જવાબ ઃ શરીર નામકર્મથી ઔદારિક આદિ પુદ્ગલોને ગ્રહણ કરવા અને એકઠા કરવામાં શરીર નામકર્મથી સિદ્ધ હોવા છતાં શરીરની રચનાને અનુરૂપ પુદ્ગલો ગ્રહણ કરવામાં સંઘાતન નામકર્મ કહ્યું છે.
૧૦૫
(૭) સંઘયણ નામકર્મ : શરીરમાં હાડકાંની રચના જે કર્મના ઉદયથી થાય તે. આ હાડકાંની રચના ઔદારિક શરીરમાં જ હોય છે. કારણ કે ઔદારિક શરીર સાત ધાતુનું બનેલ હોય છે. સ+હન્ – દ્રઢ કરવું, શરીરના પુદ્ગલો જે કર્મ વડે દ્રઢ કરાય તે સંઘાતન.
(૮) સંસ્થાન : શરીરની આકૃતિ-આકાર સારો-બેડોળ વિગેરે મળે તે સંસ્થાન નામકર્મ.
(૯) થી (૧૨) વર્ણ-ગંધ-રસ-સ્પર્શ : જે કર્મના ઉદયથી જીવને શરીર અને શરીરના અવયવોમાં શુભ કે અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ પ્રાપ્ત થાય તેને વર્ણ-ગંધ-રસ-સ્પર્શોદિ નામકર્મ કહેવાય છે. વર્યંતે રૂતિવર્ણ: જેનાથી શરીર અલંકૃત કરાય તે વર્ણ નામકર્મ, તે પ્રમાણે આધ્રાયતે કૃતિ જાન્ય:, રસ્યતે કૃતિ રસઃ, સ્પૃશ્યતે રૂતિ સ્પર્શ:
(૧૩) આનુપૂર્વી : ભવાંતરમાં સીધા જતા જીવને આકાશ પ્રદેશની શ્રેણી પ્રમાણે ઉત્પત્તિસ્થાન તરફ વાળે, કાટખૂણની જેમ વક્રતા કરાવે તેના કારણભૂત કર્મ તે આનુપૂર્વી નામકર્મ.
જેમ સીધા જતા બળદને ગલીમાં-ખાંચામાં વાળવો હોય તો નાકની દોરી તે તરફ કરવાથી વળે છે તેમ.
(૧૪) વિહાયોગતિ : વિહાયસા ગતિઃ - આકાશમાં શુભ કે અશુભ ચાલ-ગતિ જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તેને વિહાયોગતિનામકર્મ કહે છે. જો કે ચૌદ રાજલોકમાં જીવ જ્યાં ગતિ કરે ત્યાં બધે આકાશ છે. તો પણ વિહાયસ્ શબ્દ મુકવાનું કારણ નામકર્મની પ્રથમ પ્રકૃતિથી