________________
ગતિનામકર્મની વ્યાખ્યા
૧૧૩ (૨) એક ભવમાંથી બીજા ભવમાં લઈ જાય, સ્થળાંતર કરાવે તે ગતિ.
(૩) તથાપ્રકારના કર્મપ્રધાન જીવ વડે જે પ્રાપ્ત કરાય તે ગતિનામકર્મ.
(૪) ભવને અનુરૂપ પર્યાયની પ્રાપ્તિ કરાય છે.
જો કે સર્વ પર્યાયો કર્મપ્રધાન જીવ વડે જ પ્રાપ્ત કરાય છે. તો પણ ભવને યોગ્ય પ્રતિનિયત પર્યાયની પ્રાપ્તિમાં ગતિનામકર્મ કારણ છે.
(૧) નરકગતિ નામકર્મ ઃ (૧) પાપાન નરીન પત્તોપમાર્થ #ાતિ તિ નર: (૨) અતિશય દુઃખ ભોગવવાનું જે સ્થાન તે નરક, જે કર્મના ઉદયથી જીવ વડે નરકપણું પ્રાપ્ત કરાય તે નરકગતિ નામકર્મ.
(૩) જે ગતિ મળે તે ગતિને અનુરૂપ સંયોગો અને પરિસ્થિતિ પ્રાપ્ત કરાય છે. એટલે જીવ નરકગતિ પામે તો નરકગતિને યોગ્ય શરીર અંગોપાંગ, સંસ્થાન, વર્ણાદિ પર્યાય મેળવે, તે માટે નરક ભવને યોગ્ય પર્યાય મેળવાય તે નરકગતિનામ કર્મ.
(૨) તિર્યંચગતિ નામકર્મ ઃ (૧) તિર: મતિ (૨) તીર્જી વક્ર ચાલવાના સ્વભાવપણાનો ભવ પ્રાપ્ત કરાય, તે સ્થાન - એવું તિર્યચપણું પ્રાપ્ત થાય તે તિર્યંચગતિ નામકર્મ (૩) વક્ર સ્વભાવપણું, વિવેકરહિતપણું પ્રાપ્ત કરાય તે તિર્યંચગતિનામકર્મ.
(૩) મનુષ્યગતિ નામકર્મ ઃ (૧) મનુષ્યને યોગ્ય પર્યાય પ્રાપ્ત કરાય તે (૨) પરોપકારપણું, માનવતાપણું, બુદ્ધિપણું આદિ ગુણવાળા ભવના પર્યાયો મેળવાય તે. (૩) વિવેકાણાવાળા સરલપણાના ગુણવાળા ભવની પ્રાપ્તિ કરાય છે.
(૪) દેવગતિ નામકર્મ ઃ (૧) સુખ ભોગવવાનું જે સ્થાન એવું દેવપણું-જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તે દેવગતિ નામકર્મ. (૨)