________________
જાતિનામકર્મના અર્થ
(૫) પંચેન્દ્રિયજાતિનામકર્મ : અન્ય જીવો કરતાં સૌથી વધુ ચૈતન્યની પ્રાપ્તિ-યાને પાંચે પાંચ ઈન્દ્રિયની પ્રાપ્તિ જે કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય તેને પંચેન્દ્રિય જાતિ નામકર્મ કહે છે. દા.ત. મનુષ્ય, તિર્યંચ, દેવ, નારક...
૧૧૫
સર્વથી અધિક ચૈતન્યવાળા, પાંચ ઈન્દ્રિયની પ્રાપ્તિથી સામાન્યથી પરસ્પર સમાન ચૈતન્યના વ્યાપારવાળા ભિન્ન ભિન્ન આકૃતિવાળાને પંચેન્દ્રિય શબ્દના કારણરૂપ કર્મ.
(૩) શરીર નામકર્મ :
( १ ) शीर्यते यत् तच्छरीरम्
(૨) નાશ પામવાના સ્વભાવવાળું જે હોય તેને શરીર કહેવાય. જેમ જેમ શરીર વૃદ્ધિ પામે તેમ તેમ આત્મપ્રદેશો જ્યાં વિસ્તાર પામે તેને શરીર કહેવાય છે.
પ્રતિક્ષણે પુદ્ગલો ઉપચયે-અપચયે કરીને જે ક્ષય થાય-જીર્ણ થાય તે શરીર, વધે-ઘટે તે શરીર. તે શરીર જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તે શરીર નામકર્મ. તે પાંચ પ્રકારે છે.
(૧) ઔદારિકશરીરનામકર્મ : ઔદારિક વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરી ઔદારિકપણે પરિણમાવીને જીવપ્રદેશો સાથે પરસ્પર એકાકાર રૂપે જોડે તે ઔદારિક શરીર નામકર્મ.
ઔદારિક શરીર એટલે સ્થૂલ ઉદાર (પ્રધાનપણાના ગુણવાળું શરીર), “ઉત્તમ’', ‘‘શ્રેષ્ઠ”, “ઊંચું’
(૧) ‘‘સ્થૂલ’’-સ્થૂલપણાના ગુણવાળું શરી૨ સ્થૂલ વર્ગણાનું બનેલું એટલે પુદ્ગલો બીજા શરીરની વર્ગણા કરતાં ઓછા અને રચના સ્થૂલ તે. (૨) ઉત્તમ-તીર્થંકર-ગણધર ભગવંતો આદિ ૬૩ શલાકા પુરૂષોઉત્તમ પુરૂષોને આ શરીર હોવાથી તે ‘ઉત્તમ' કહેવાય.