________________
૧૧૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૩) આહારકશરીરનામકર્મ :
આહારકશરીરને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને આહારકપણે પરિણાવીને જીવપ્રદેશો સાથે પરસ્પર એકાકારરૂપે જોડે તેને આહારકશરીરનામકર્મ કહે છે.
આમર્ષોષધિ લબ્ધિવાળા ચૌદપૂર્વધર મુનિ મહાત્મા (૧) તીર્થકર ભગવંતની ઋદ્ધિ જોવા, (૨) સૂક્ષ્મ અર્થના સંદેહને નિવારવા, (૩) જીવદયાના પ્રયોજન,
આહારક શરીર બનાવે છે. તે મુંડા હાથ પ્રમાણ હોય છે. તે મહાવિદેહમાં જતાં આવતાં તેને કોઈ વ્યાઘાત કરતું નથી. તે પણ કોઈને વ્યાઘાત કરતું નથી.
કાળ – જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ
એક ભવમાં ઉત્કૃષ્ટથી બે વાર બનાવાય છે અને સંસારચક્રમાં ચાર વાર બનાવાય છે.
(૪) તૈજસશરીરનામકર્મ :
તૈજસશરીરને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને તૈજસ રૂપે પરિણાવીને આત્મપ્રદેશો સાથે પરસ્પર એકાકાર રૂપે જોડે તેને તૈજસ શરીરનામકર્મ.
આ શરીર ભુક્ત આહારાદિને પચાવે છે. આ શરીર સર્વ સંસારી જીવોને હોય છે. તેજસ શરીર ઔદારિકાદિ શરીરમાં ઉષ્ણતા રાખે છે.
સર્વ જીવોને શરીરમાં ગરમીનું નિયંત્રણ કરવામાં આ શરીર ઉપયોગી છે. અને તેથી જ જીવ મૃત્યુ પામી ભવાન્તરમાં જાય ત્યારે તૈજસ-કાશ્મણ શરીર સાથે જાય છે એટલે મૂળ શરીર ઠંડુ (શીત) થાય છે.