________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૩) અનુત્તરવાસી દેવો કરતાં તીર્થંકર કે ગણધર ભગવંતોનું શરીર અત્યંત તેજસ્વી હોવાથી શ્રેષ્ઠ.
૧૧૬
(૪) ઊંચું - જે શરીર બધાથી ઊંચાઈમાં મોટું હોય તે ઉંચું કહેવાય છે.
આ શરીરની અવગાહના વનસ્પતિકાયની અપેક્ષાએ હજાર યોજનથી કાંઈક અધિક છે. વૈક્રિયની વધારેમાં વધારે ૫૦૦ ધનુષ, આહારક શરીરની મુંડા હાથ જેટલી છે, જ્યારે જલચરનું ઔદારિક શરીર એક હજાર યોજન અને પ્રત્યેક વનસ્પતિકાયની એક હજાર યોજનથી અધિક અવગાહના છે માટે.
(૫) ઉદાર (પ્રધાન) :
જે શરી૨ પ્રધાન હોય તે ઔદારિક કહેવાય છે. ઉદાર=પ્રધાન (મુખ્ય). ચારિત્ર અને મોક્ષપ્રાપ્તિ આ શરીરથી હોવાથી પ્રધાન-ઉદારઉદારતા ગુણવાળું છે.
ઔદારિક પુદ્ગલોનું બનેલું ઔદારીક શરીર મનુષ્ય અને તિર્યંચને સ્વાભાવિક રીતે હોય છે... આ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજનથી કાંઈક અધિક છે અને જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ નિગોદ આદિની અપેક્ષાએ છે.
(૨) વૈક્રિય શરીર નામકર્મ :
(૧) વૈક્રિય વર્ગણાનું બનેલ શરીર મેળવાય તે.
(૨) વૈક્રિય શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી વૈક્રિયપણે પરિણમાવી જીવપ્રદેશો સાથે પરસ્પર એકાકાર રૂપે જે જોડે તેને વૈક્રિય શરીર નામકર્મ.
(૩) એક થાય-અનેક થાય-નાનું થાય-મોટું થાય-ખેચર થાયભૂચર થાય-દૃશ્ય થાય-અદૃશ્ય થાય. આમ વિવિધ પ્રકારની ક્રિયા કરી